Back

નેત્રંગ : જેસપોર ખાતે ૩૪ વર્ષથી વિશ્વશાંતિ અને લોકલ્યાણ અર્થે અખંડ રામધૂન ચલાવતા આદિવાસી સંતની ચીર વિદાય.

 

રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

ખૂબ મોટી સંખ્યામાં શિષ્યો અને ભાવિક ભક્તતો જોડાયા.ગામમાં સૌથી લાંબી અંતિમ યાત્રા નીકળી.

દિનભક્ત દલસુખ મહારાજ દ્વારા વિશ્વ શાંતિ અર્થે અખંડ રામધૂન ની ધુની ધખાવી તેઓના શિષ્ય પરિવાર દ્વારા છેલ્લા ૩૪વર્ષ થી એક ધારી ખંડિત થયા વગર આજદીન સુધી સતત ચાલુ રહી છે.

નેત્રંગ રાજપારડી રોડ પર આવેલ જેસપોર ખાતે છેલ્લા ૩૪ વર્ષ થી વિશ્વશાંતિ તેમજ લોકલ્યાણ અર્થે અખંડ રામધૂન ચલાવતા આદિવાસી સંત એવા દીનભક્ત દલસુખ મહારાજની ચીર વિદાય લેતા ભાવિકભક્તો સહિત ગામ ભરમાં ઘેરા શોક ની લાગણી ફરી વળી છે. તો બીજી તરફ ગામમાં સૌથી મોટી વિશાળ અંતિમ યાત્રા નીકળી હતી.

નેત્રંગ રાજપારડી રોડ આવેલ ઝઘડીયા તાલુકાના જેસપોર ગામ ખાતે રહેતા અને સાંસારિક જીવન નિર્વાદ કરતાં સંત પુનિત મહારાજ ના પરમ શિષ્ય એવા દિનભક્ત દલસુખ મહારાજ કે જેઓ એ સમસ્ત આદિવાસી સમાજને ધર્મની રાહ ચીંધવાનો રાહ અપનાવ્યો હતો.અને પોતાની આદિવાસી ભાષા માં જ ગામે ગામ રામાયણ ની જ્ઞાન ગંગા વહેતી કરીને ધર્મ ના માર્ગે આદિવાસી ભાઈ-બહેનો ને જોડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. જેવો ના ગામ8 ૧૯૮૬ ના વર્ષમાં તેઓની ઈચ્છા ને માન આપીને આદિવાસી  વિસ્તારમાં રામકથાનું રસપાન મોરારીબાપુ એ સતત નવ દિવસ કરાવેલ ત્યાંરથી તારીખ.૨૨.૦૫.૧૯૮૬ થી જેસપોર ખાતે દિનભક્ત દલસુખ મહારાજ દ્વારા વિશ્વ શાંતિ અર્થે અખંડ રામધૂન ની ધુની ધખાવી તેઓના શિષ્ય પરિવાર દ્વારા છેલ્લા ૩૪વર્ષ થી એક ધારી ખંડિત થયા વગર આજદીન સુધી સતત ચાલુ રહી છે. આ ધુનના પ્રણેતા અને આદિવાસીલોકોના ગુરુ એવા દિનભક્ત દલસુખ મહારાજ કે જેઓની ઉંમર ૯૦ વર્ષ ઉપરની હોઈ છેલ્લા કેટલાક દિવસ થી તેઓની તબિયત નાદુરસ્ત હોઈ જેને લઈને તા.૧૫મી જાન્યુઆરી ના રોજ સવારના ૧૦ થી ૧૧ ના સમયમાં તેઓના નિવાસસ્થાન જેસપોર મુકામે અંતિમ  શ્વાસ લીધા હતા.

તેઓના અવસાનના સમાચાર વાયુવેગે ગામમાં સહિત નર્મદા, સુરત,તાપી,વડોદરા જિલ્લા માં ફેલાતા તેઓના શિષ્યો સહિત મોટી સંખ્યામાં ભાવિકભક્તો જેસપોર મુકામે ઉમટી પડ્યા હતા.

તા.૧૬મી જાન્યુઆરી ના રોજ તેઓની અંતિમ યાત્રા નીકળી હતી.જે ગામમાં સૌથી મોટી અને લાંબી યાત્રા નીકળી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નર્મદા નદીના કિનારે ભાલોદ મુકામે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી હતી.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..