Back

સિધ્ધપુર પોલીસ દ્વારા ૩૧ માં માર્ગ સલામતી સપ્તાહ 2020 ની ઉજવણી

પાટણ સિધ્ધપુર


*સિધ્ધપુર પોલીસ દ્વારા ૩૧મા માર્ગ સલામતી સપ્તાહ 2020ની ઉજવણી*


*રકતદાન કેમ્પ યોજાયો*


આજે તા.17/01/2020 ના દિવસે સિધ્ધપુર પોલીસ અને પાટણ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ગોકુલ યુનિવર્સીટી કેમ્પસના હંસાબા કૉલેજ ખાતે *રક્તદાન કેમ્પનું* આયોજન કરવામાં આવ્યું. આ રક્તદાન કાર્યક્રમમાં  સમગ્ર પોલીસ સ્ટાફ , હોમગાર્ડ યુનિટ સિદ્ધપુર, ટી.આર.બી.ના જવાનો, જિલ્લા પોલીસ વડા, ડી.વાય,એસ.પી સિદ્ધપુર, સિદ્ધપુર પી.આઈ, રાજ્ય જી.આઈ.ડી.સી.ચેરમેન બળવંતસિંહ રાજપૂત અને સ્ટાફગણે ઉપસ્થિત રહી આ રક્તદાન પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા માટે હાજરી આપી હતી  કેમ્પને સફળ બનાવવા *બ્લડ સેવા સમિતિ,સિદ્ધપુર* ના સદસ્યો સેધુસીંગ ઠાકોરે અને સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.


આ રક્તદાન કેમ્પ માં કુલ 24 જેટલી રક્ત બોટલ રકતદાન થયું હતું. આયોજકો તરફથી સૌનો આભાર વ્યકત કરાયો હતો.


સિધ્ધપુર 


      ન્યુઝ મથુર સિંહ ઝાલા

સિદ્ધપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..