Back

મોરબીના રવાપર ગામેથી મળેલ ૪૫ હજારની રોકડ મૂળ માલિકને પરત કરી

મોરબીના રવાપર ગામ પાસેથી ૪૫ હજાર રૂપિયાની રોકડ એક વેપારીને મળી આવી હોય જે રકમ તેના મૂળ માલિકને શોધીને પરત કરીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે  બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સુપરમાર્કેટના વેપારી પ્રદીપ વિઠલાપરા નામના વેપારીના રવાપર ગામ પાસેથી રોકડ રકમ મળી આવી હતી અને ૪૫ હજાર રૂપિયા રોકડ મળ્યા બાદ તે મૂળ માલિકને પરત આપવાનું નક્કી કર્યું હતું જેથી યોગ્ય પુરાવા અને સાચા માલિકની ઓળખ કરીને ૪૫ હજાર રૂપિયા તેના મૂળ માલિક ધર્મેન્દ્રભાઈ ઘોડાસરાને પરત આપ્યા હતા અને માનવતા સાથે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે 

DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..