Back

31 માં માર્ગ સલામતી સપ્તાહ 2020ની ઉજવણી નિમિત્તે સિધ્ધપુર પોલીસ અને ટ્રાફિક પોલીસ દવારા રક્તદાન કેમ્પ યોજાયો

આજરોજ 31મો માર્ગ સલામતી સપ્તાહ 2020ની ઉજવણી સિદ્ધપુર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરી માનવતાને મહેકાવવાનું સુંદર કાર્ય કર્યું. આ રક્તદાન કાર્યક્રમ સિદ્ધપુર હાઇવે પર આવેલા હંસાબા કોલેજમાં યોજાયો હતો જેમાં સમગ્ર પોલીસ સ્ટાફ , હોમગાર્ડ યુનિટ સિદ્ધપુર, ટી.આર.બી.ના જવાનો,અને જિલ્લા પોલીસ વડા,ડી.વાય,એસ.પી સાહેબશ્રી સિદ્ધપુર અને સિદ્ધપુર પી.આઈ.સાહેબશ્રી અને સિદ્ધપુરના જાણીતા ઉધોગપતિ અને ગોકુલ ગ્રુપના મોભી અને ગુજરાત સરકારના જી.આઈ.ડી.સી.ચેરમેનશ્રી બળવત સિંહ રાજપૂત અને એમનો સ્ટાફ પણ ઉપસ્થિત રહી આ રક્તદાન પ્રવૃત્તિ ને પ્રોત્સાહિત કરવા માટે હાજરી આપી હતી અને બ્લડ સેવા સમિતિ,સિદ્ધપુરના સદસ્યોશ્રી સેધુસીંગ ઠાકોરે અને અન્ય સદસ્યો  એ આ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી અને આ રક્તદાન કેમ્પ માં કુલ 24 જેટલી રક્ત બોટલ એકઠી કરી માનવ જીવનને મદદરૂપ થવા માટે એક અનોખી રાહ તૈયાર કરી હતી જે સારા પ્રસંગે જે લોકોએ આ જનહિતની સેવામાં મદદરૂપ બન્યા હતા..રિપોર્ટર મથુરજી ઠાકોર

ઊંઝા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..