Back

૩૧ માં રાષ્ટ્રીય સડક સુરક્ષા અંતર્ગત માર્ગદર્શન શિબિર યોજાઈ

વાંકાનેર વઘાસીયા ટોલનાકા પ્લાઝા ખાતે ૩૧ માં રાષ્ટ્રીય સડક સુરક્ષા અંતર્ગત માર્ગદર્શન શિબિર યોજાઈ


"વાહનચાલકોને જાગૃતિ અર્થે ના પેમ્ફલેટ અને આંખ નિદાન કેમ્પ પણ વિનામૂલ્યે રખાયો હતો જિલ્લા પોલીસ અધ્યક્ષ લીધી મુલાકાત"



વાંકાનેર અહીં આવેલા વઘાસીયા ટોલનાકા ખાતે તાજેતરમાં જ એક સપ્તાહનું કાર્યક્રમ વાહનચાલકો માટે વઘાસીયા ટોલ પ્લાઝા દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં રોડ સેફટી ની વિગતવાર માહિતી ઓ લોકોને જાગૃત છે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ૩૧ માં રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહ ની સફળતા પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેના રૂપે ગત તા.૧૧ ના ઉદ્દઘાટન કાર્યક્રમ જેમાં પી.આઇ. શ્રી રાઠોડ વાંકાનેર સીટી અને શ્રી ત્રિલોકનાથ ચૌબે (ટીમ લીડર, એન.એચ. એ.આઇ.) દ્વારા સેફ્ટી ધ્વજારોહણ અને તમામ સ્ટાફ દ્વારા સુરક્ષા શપથ લેવામાં આવેલ. તા.૧૨ ના મોરબી જિલ્લા પોલીસ ના સહયોગ થી આંખ નિદાન કેમ્પ અને મેડિકલ કેમ્પ યોજાયો હતો અને મુખ્ય અતિથિ ડો.કરણરાજ વાઘેલા (મોરબી જિલ્લા એસ.પી.), શ્રી પી.કે.જૈન (પી. ડી., એન.એચ. એ.આઇ.) દ્વારા વાહનો માં રેડિયમ લગાવવા માં આવેલ અને વાહન ચાલકો ને પેમ્ફલેટ આપી નિયમો નું પાલન કરવા સૂચિત કરવામાં આવેલ. તા.૧૩ ના મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાહદારીઓ ની ફ્રી માં તપાસ કરવામાં આવી હતી અને ટીમ દ્વારા હાઇવે પર સેફ્ટી ના બેનરો લગાવી લોકો ને પેમફલેટ વિતરણ કરવામાં આવ્યું હતું.  તા.૧૪ ના ટીમ દ્વારા વાંકાનેર શહેર માં રેલી યોજી અને ટ્રાફિક નિયમો નું પાલન કરવા અને રોડ સેફ્ટી અંગે સૂચનો કરવામાં આવેલ. તા.૧૫ ના ફ્રી આંખ નીદાન કેમ્પ યોજાયો હતો અને રાહદારીઓ ને નિદાન કરવામાં આવ્યું હતું તેમજ રૂટ પેટ્રોલિંગ ટીમ દ્વારા નેશનલ હાયવે પર આવેલ હોટલ પર ટ્રક ડ્રાઇવરો ને અકસ્માત ન થાય તેના માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તા.૧૬ ના ટીમ દ્વારા લોકો માં રોડ સેફ્ટી અંગે જાગૃતિ લાવવા પેમ્ફલેટ નું વિતરણ કરવામાં આવેલ. તેમજ તા.૧૭ ના સડક સુરક્ષા સપ્તાહ ની પૂર્ણાહુતિ રૂપે લોકો માં જાગૃતિ ફેલાવી કાર્યક્રમ કરવામાં આવેલ હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાંકાનેર ટોલ પ્લાઝા ટીમે સારી એવી જહેમત ઉઠાવી હતી

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..