Back

સાવરકુંડલા ના જાબાળ ગામે જુગાર જડપતિ કુંડલા રૂરલ પોલીસ

 *સાવરકુંડલા તાલુકાના જાંબાળ ગામની સીમ વિસ્તાર માં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રકમ સહીત  કુલ ૧,૦૪,૨૬૦/- મુદામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ* 

 *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ જીલ્લા માંથી જુગારની બદી દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે *શ્રી કે.જે.ચૌધરી સાહેબ* નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર *શ્રી જે.ડી.ઝાલા સાહેબ* ધારી સર્કલ નાઓના માર્ગદર્શન હેઠળ અન્વયે તા. ૧૬/૦૧/૨૦૨૦ ના સાવરકુંડલા તાલુકાના સાવરકુંડલા– રાજુલા રોડ ઉપર જાંબાળ ગામ પાસે ધીરૂભાઇની હોટલ સામે થોડે દુર આવેલ હરેશભાઇ બાવભાઇ ખુમાણ રહે.બાઢડા વાળાની વાડીની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જાહેરમાં ગોળ કુંડાળુ વળી તીન પતીનો હાર જીતનો જુગાર રમે છે તેવી ચોકકસ બાતમી આધારે પોલીસ સબ ઇન્સ *શ્રી એ.પી.ડોડીયા* તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટાફે રેઇ કરતા પાંચ ઇસમોને પકડાઇ ગયેલ અને પકડાયેલ ઇસમો સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરેલ છે. 


 *💫જુગાર રમતા રેઇડ દરમ્યાન  પકડાયેલ ઇસમો :-* 

(૧) હરસુરભાઇ લખુભાઇ ભાંભળા ઉ.વ. ૫૨ ધંધો. ડ્રાઇવીંગ રહે. સાવરકુંડલા, ખાદી કાર્યાલય તા. સાવરકુંડલા

(૨) અશ્ર્વિનભાઇ મધુભાઇ ગંગેરા ઉ.વ. ૩૨ ધંધો. હીરા ઘસવાનો રહે. સાવરકુંડલા, જેસર રોડ, રેલ્વે સ્ટેશન ફાટક પાસે તા. સાવરકુંડલા

(૩) હરેશભાઇ વજુભાઇ જોષી ઉ.વ. ૪૦ ધંધો. નોકરી રહે. બાઢડા તા. સાવરકુંડલા જી. અમરેલી

(૪) આસીફભાઇ અબ્દુભાઇ ચૌહાણ ઉ.વ. ૩૩ ધંધો. મજુરી રહે. સાવરકુંડલા, મણીનગરની પાછળ, નેરા વિસ્તાર તા. સાવરકુંડલા

(૫) જીતુભાઇ જીવણભાઇ ધમલ ઉ.વ. ૨૨ ધંધો. મજુરી રહે. સાવરકુંડલા, જેસર રોડ, વિઝુડાવાસ તા. સાવરકુંડલા જી. અમરેલી

 *💫પકડાયેલ મુદામાલ* :- ગંજી પતાના પાના નંગ- ૫૨ તથા રોકડ રૂપીયા મળી કુલ રૂપીયા ૨૨,૭૬૦/- તથા મોબાઇલ નંગ- ૦૫ કી.રૂ. ૧૧,૫૦૦/- તથા મોટર સાયકલ નંગ- ૦૩ કી.રૂ. ૭૦,૦૦૦/-  મળી  કુલ કી.રૂ. ૧,૦૪,૨૬૦/- નો મુદામાલ 

 *આ કામગીરી પોલીસ સબ ઇન્સ એ.પી.ડોડીયા તથા હેઙ.કોન્સ ઘનશ્યામભાઇ મકવાણા તથા હેડ કોન્સ મનસુખભાઇ મકવાણા તથા પો.કોન્સ રાજેન્દ્રસીંહ બહાદુરસીંહ વાધેલા તથા પો.કોન્સ રામદેવસીંહ બચુભા સરવૈયા તથા પો.કોન્સ નિકુલભાઇ અમરાભાઇ શેલાણા દ્રારા કરવામાં આવેલ છે.*

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..