Back

મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રાથમિક સુવિધાઓ અપાવવા અર્થાગ મહેનત કરનારનું સન્માન કરાયું

આવાસ સોપણી, પાણીની સુવિધાઓ પુરી પાડવા નગરપાલિકા માં હલ્લાબોલ કરીને સુવિધાઓ અપવતા કરાયું સન્માન

(જનક રાજા દ્વારા) મોરબી :- મોરબી શહેરના દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મુકવામાં આવી હતી. જેમાં કુલ ૬૮૦ આવાસો ત્યાર કરવામાં આવેલ જેમાંથી ૪૯૦ આવાસ નો ડ્રો થઈ ગયા પછી પણ તંત્ર દ્વારા આવાસ સોંપણીમાં વિલંબ કરવામાં આવેલ જેથી સામાજીક કાર્યકર રાજુભાઈ દવેની આગેવાની હેઠળ હલ્લાબોલ અને રામધુન બોલી તંત્ર ને જગાડ્યુ હતું. જેથી તંત્ર દ્વારા લાભાર્થીઓને તાત્કાલિક સનત આપી આવાસો નો કબ્જો સોપીયો હતો. 

     તેમજ સોસાયટીમાં પાણી પહોચાડવા પણ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા રહીશો સાથે રાખી કુભર્કણની નિદામાં રહેલ તંત્રને જગાડી સોસાયટીમાં પાણીની સુવિધા શરૂ કરાવી,તેમજ સોસાયટીમાં વીજળીકરણ, સ્વચ્છતા માટે કચરા કલેકશન વાન ચાલું કરાવવા સહિત સુવિધાઓ પુરી પાડવા અથાર્ગ મહેનત કરવા બદલ પ્રધાનમંત્રી આવાસ યોજના ના પ્રમુખ રાજુભાઈ દવે, અને ઉપપ્રમુખ રાજુભાઈ ભંભાણીનું સોસાયટીના રહીશો દ્વારા હારતોરા કરી સન્માન કરવામાં આવ્યું હતું.

પાણીનો બગાડ ન કરવા કરાયો અનુરોધ

આ તકે રાજુભાઈ દવે એ તમામ રહીશો ને પાણી નો જોતો પુરતો ઉપયોગ કરી પાણી નો ખોટો બગાડ નો કરવા અનુરોધ કર્યો હતો.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..