Back

શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજમાં પ્રેરક પ્રયોગ

શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજની વિશાળ પ્રયોગશાળામાં  વિવિધ પ્રયોગો દ્વારા સાયન્સ વિષયનું જ્ઞાન આપવામાં આવે છે. 

પ્રેકટીકલ અલગ અલગ જાત ના બેક્ટેરિયા નો નાશ કરવા અથવા તેના વિકાસ ને અટકાવવા માટે એન્ટિબાયોટિક તરીકે કંઈ કંઈ ધાતુ અસરકારક છે તે જાણવા બાબતે હતો આપણે સૌ જાણીયે જ છીએ કે તાંબા ના વાસણ માં ભરેલું પાણી પીવા થી સ્વાસ્થ્ય સુધરે છે . એ વિષય આજે પ્રેકટિકલી સાબિત થયો . આપણો ૫ રૂપિયા નો ચલણી સિક્કો( જેમાં ૭૦% તાંબું ,૨૦% ઝીંક , ૫% નિકલ ધાતુ છે) તથા પ્યોર  તાંબા ની ફોઈલ બંને પર પ્રેકટીકલ કરતા બંને માં ફોટો માં બતાવ્યા મુજબ તેની આજુ બાજુ માં બેકટેરિયા નો નાશ થયો છે પ્રયોગ  માં લીધેલ બેકટેરિયા ના કારણે આપણને મોટાભાગે, ગળા નું ઇન્ફેકશન ,ન્યુમોનિયા ,માથા માં દુખાવો ,ચામડી ના ઘણા રોગો તથા ફૂડ પોઇઝનિંગ થતું હોય છે તે આપણી આજુબાજુ ની હવા,પાણી, માટી માં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે

પ્રિન્સિપાલ આરતી રાંકજા, માઈક્રોબાયોલોજી પ્રોફેસર નિરાલી જેઠલોજા અને અધ્યાપકોની હાજરીમાં ગઈકાલે પરફોર્મ કરેલા માઈક્રોબાયોલોજી ના એક પ્રેકટીકલનું  એક અદભુત પરિણામ મળ્યું

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..