Back

રમત ગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે મેડલ મેળવનાર વિદ્યાર્થીઓ નો રાજપીપળા ખાતે યોજાયો સન્માન સમારોહ

રમત ગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે મેડલ મેળવનાર વિદ્યાર્થીઓ નો રાજપીપળા ખાતે યોજાયો સન્માન સમારોહ

આદિવાસી બાળકોમાં અનેક શક્તિઓ પડેલી છે માત્ર તેને બહાર લાવવાની જરૂર -ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા

જિલ્લાના રમત-ગમત, કલા કૌશલ્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરનારને રાષ્ટ્રિય કક્ષાએ ૩-ગોલ્ડ, ૧ સિલ્વર અને ૧-બ્રોન્ઝ સહિત જિલ્લામાં કુલ-૪૭ ટ્રોફિઓ અને ૧૬૦ જેટલી તેજસ્વી પ્રતિભાઓને પ્રશસ્તીપત્ર એનાયત કરી સન્માનિત કરાયા


રાજપીપલા : જુનેદ ખત્રી

આદિજાતી વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર પ્રેરીત પ્રાયોજના વહિવટદાર નર્મદા દ્વારા આયોજીત જિલ્લાની ઇ.એમ.આર.એસ. ના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ રમત-ગમત, કલા કૌશલ્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રિય અને રાજ્યકક્ષાએ વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરી ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતા ખેલાડીઓના યોજાયેલા સન્માન સમારોહને આજે રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સંસદસભ્ય ગીતાબેન રાઠવા, દેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવા, જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ અને પ્રાયોજના વહીવટદાર આર.વી.બારીઆ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.


ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસી બાળકોમાં અનેક શક્તિઓ પડેલી છે માત્ર તેને બહાર લાવવાની જરૂર છે. આદિવાસી બાળકો માટે સરકારે એકલવ્ય શાળા, આદર્શ નિવાસી શાળાનું નિર્માણ પણ કર્યું છે. અને ખેલમહાકુંભ જેવી અનેકવિધ સ્પર્ધાઓ સરકારે અમલમાં મુકી છે ત્યારે તેના થકી સફળતાના અનેક સોપાનો વિવિધ રમતો દ્વારા નર્મદા જિલ્લાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ હાંસલ કર્યાં છે. વિજેતા સ્પર્ધકોને સ્પર્ધામાં ભાગ લેવા બદલ અભિનંદન આપી હવે પછી પણ ભવિષ્યમાં સતત જે તે સ્પર્ધામાં ભાગ લઇને શ્રેષ્ઠ દેખાવ માટે સતત પ્રયત્નશીલ રહેવાની હિમાયત સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણક્ષેત્રમાં જબરજસ્ત ક્રાંતિ આવી છે ત્યારે તેની સામે ટકી રહેવા માટે સારા શિક્ષણની સાથે સતત પ્રયત્નશીલ પણ રહેવું જોઇશે તેમજ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને દરેક ક્ષેત્રમાં સખત મહેનત અને પરિશ્રમ થકી ઉચ્ચ સ્થાન પર પહોંચવાની વાત પણ તેમણે કરી હતી.

જિલ્લાની ઇ.એમ.આર.એસ. ના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ રમત-ગમત, કલા કૌશલ્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રેમાં રાષ્ટ્રિય કક્ષાએ ગોલ્ડ -૩, સિલ્વર -૧ અને બ્રોન્ઝ-૧ સહિત જિલ્લામાં કુલ-૪૭ ટ્રોફિઓ અને ૧૬૦ જેટલી તેજસ્વી પ્રતિભાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..