Back

આયુષ્માન ભારત યોજના હેઠળ મળેલ સારવાર આશીર્વાદરૂપ.


જામનગરમાં રહેતા લક્ષ્મીબેન બાબુભાઈ ખીમસુરીયા ને એક દિવસ અચાનક જ પેટમાં અસહ્ય દુખાવો થતાં જામનગરની ગોકુલ હોસ્પિટલમાં નિદાન કરાવતા નિદાનમાં પેટની ગર્ભાશયની કોથળી માં ગાંઠ હોવાનું ડોક્ટર દ્વારા જણાવેલ હતું અને તાત્કાલિક ધોરણે ઓપરેશન કરવાની સલાહ આપી હતી લક્ષ્મીબેન ખૂબ જ ગરીબ અને નાના કુટુંબમાંથી આવતા અને તેમના પતિ રિક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવે છે જેથી ગર્ભાશયની કોથળી માં ગાંઠ નું ઓપરેશન નો ખર્ચો ઉપાડી શકે એમ ન હતાં. જેથી તેઓ વ્યાજે પૈસા લઈ આવું ઓપરેશન કરવાનું વિચારી રહ્યા હતા ત્યારે તેમને જિલ્લા કોઓર્ડિનેટર જય કરંગીયા દ્વારા આયુષ્માન ભારત કાર્ડ માં તેઓનું નામ હોય કાર્ડ કઢાવવાની સલાહ આપી અને કાર્ડ કઢાવવા માટે જરૂરી મદદ કરી ત્યારબાદ લક્ષ્મીબેન દ્વારા તે કાર્ડ લઈ હોસ્પિટલ વિનામૂલ્યે ઓપરેશન તથા સારવાર કરાવી અને હાલ તેઓ ખૂબ જ સ્વસ્થ છે.

        આયુષ્માન ભારત યોજના દ્વારા જે લક્ષ્મીબેન બાબુભાઈ ખીમસુરીયા ને વિનામૂલ્યે ઓપરેશનની સારવાર મળી અને નવજીવન પૂરું પાડ્યું એ કદાચ આયુષ્માન ભારત યોજના ન હોત તો શક્ય ન થાત આયુષ્માન ભારત યોજના ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોને આશીર્વાદરૂપ છે.

      આમ ઉપરોક્ત ઓપરેશન ને સફળ બનાવવા જિલ્લા કોડિનેટર જય કરંગીયા, ગ્રિવિયાસ ઓફિસર અમર મકવાણા તથા હોસ્પિટલ આરોગ્ય મિત્ર ડિમ્પલ અંબાસણા નો ખૂબ જ સહયોગ રહ્યો હતો.