Back

ધોરાજીના ઉમિયા કોટ ફાઈબર્સ જમનાવડ રોડ ખાતે શ્રી ઉમા યુવા ગ્રુપ દ્વારા વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું.

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]

ધોરાજીમાં આવેલ ઉમિયા કોટ ફાઈબર્સ જમનાવડ રોડ પાસે ઉમા યુવા ગ્રુપ દ્વારા વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જે તારીખ ૨૫ ૨૬ અને ૨૭ એમ ત્રણ દિવસ ચાલશે જે સાંજે ૮ વાગ્યાથી શરૂ થઈ રાત્રિના ૧૨ વાગ્યા સુધી ચાલશે. આ રાસ ગરબા મહોત્સવમાં ઉમિયા પરિવારના પરિવારજનો ભાગ લીધો હતો. આ ગરબા મહોત્સવનું છેલ્લા ૫ વર્ષથી ઉમા યુવા ગ્રુપ દ્વારા કોઈપણ જાતની ફી વગર આયોજન કરવામાં આવે છે. અને શ્રી ઉમા યુવા ગ્રુપ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..