Back

શિહોરી આનંદવાડી ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અને કાંકરેજ તાલુકા બ્રહ્મસમાજના ઉપક્રમે માર્ગદર્શન સેમિનાર યોજાયો.

સુરસિંહ સોલંકી , કાંકરેજ 

           શિહોરી આનંદવાડી ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અને કાંકરેજ તાલુકા બ્રહ્મસમાજના ઉપક્રમે માર્ગદર્શન સેમિનાર યોજાયો.

____________________

          vvvvકાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી આનંદવાડી ખાતે આનંદપ્રકાશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ(રાજયકક્ષા) તેમજ કાંકરેજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજના ઉપક્રમે માર્ગદર્શન સેમિનાર જે.કે.ભટ(રીટાયર્ડ A.C.B ક્રાઇમ,માનવ અધિકાર આયોગ,ગાંધીનગરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.કાર્યક્રમની શુભ શરુઆત ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે દિપપ્રાગટય કરવામાં આવ્યુ.અને મહાનુભાવોનુ બાલિકાઓ દ્વારા કુમકુમ તિલક અને સ્વાગતગીત દ્બારા આવકારવામાં આવ્યા.ઉપસ્થિત મહાનુભાવોનુ શાલ અને ફુલહાર પહેરાવી સ્વાગત કરાયુ.ત્યારબાદ સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રા.ક)દ્વારા આયોજીત "બ્રાહ્મણ"નામની માહીતી પુસ્તિકાનુ વિમોચન શશીકાન્ત પંડયા ધારાસભય ડીસાના વરદહસ્તે કરાયુ.ત્યારબાદ મુખ્ય મહેમાન તરીકે જીગીશ દવે,બિપીનભટ,અનિલશુકલ,હરગોવનભાઇ શીરવાડીયા વગેરે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ.ત્યારબાદ સેમિનારમાં ગુજરાત સરકાર દ્વારા બિનાઅનામત વર્ગ માટેની વિવિધ યોજનાઓ વિશે તેમજ જી.પી.એસ.સી,યુ.પી.એસ.સીની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ટોપલેવલના વક્તાઓ અશ્વિનભાઇ દવે,દેવાંગભાઇ દવે,હિરેનભાઇ દવે વગેરે જેવા ટોપલેવલના વક્તાઓ દ્વારા સમાજના યુવાનો,વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતુ.અને જણાવ્યુ હતુ.માર્ગદર્શિકા વિચાર પ્રેરે છે.વિચાર પ્રગટ કરે છે.વિચાર અણુબોમ્બ કરતા મોટુ કામ કરે છે.સમયબધ્ધતા કેળવવી જોઇએ,મહેનત વગર કોઇ વસ્તુ શક્ય નથી.તમારી વાત કરવાનુ નોલેજ હોવુ જોઇએ.મારી સ્પર્ધા મારી સાથે જ છે.દેખાદેખીથી જીવી રહ્યા છે.સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પ્રતિસ્પર્ધા અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વધુ ફરક છે.મુખ્ય ડીસીઝન શુ છે.તે જરુરી છે તેમ દેવાંગ દવેએ જણાવ્યુ હતુ.સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે પુરેપુરી માહીતી આપી હતી.અને બ્રહ્મસમાજના વિધાર્થીઓ અને યુવાનોને માર્ગદર્શન આપી મહેનત કરી આપણુ આવતીકાલનુ ભવિષ્ય ઉજવળ કરીએ.દરેક બ્રહ્મસમાજના ઉપસ્થિત વડીલોને પોતાના દિકરા-દિકરીઓને માર્ગદર્શન લેવાનુ આહવાન કરવામાં આવ્યુ હતુ.અમે સમાજ સાથે છીએ,સાથે હતા અન્ર સાથે રહીશુ તેમ જણાવ્યુ હતુ.સમગ્ર કાર્યક્ર્મનુ આયોજન કાંકરેજ તાલુકા બ્રહ્મસમાજ દ્વારા કરવામાં આવ્યુ હતુ.ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ કાર્યક્રમમાં સમાજના વડીલો,યુવાનો,સમાજના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.