Back

જેતપુર નજીકના ખોડલધામ ખાતે સૌરાષ્ટ્રભરના પત્રકારોના હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ સંપન્ન

યુવા પત્રકાર કશ્યપ જોશી સહિતના પરિવારજનોએ પણ લીધો અનન્ય લાભ

(કશ્યપ જોશી) જેતપુર નજીકના ખોડલધામ ખાતે આજે ખોડલધામ ટ્રસ્ટી મંડળ દ્વારા સૌરાષ્ટ્રના તમામ પ્રિન્ટ અને ઇલોક્ટ્રોનિક્સ મીડિયા મિત્રોના હસ્તરે ધ્વજારોહણ કાર્યક્રમ રખાયો હતો. જેમાં સૌરાષ્ટ્રભરના પત્રકાર મિત્રો સહપરિવાર જોડાયા હતા.

ખોડલધામના સર્વેસર્વા શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં તમામ સાસ્ત્રોક વિધિથી પૂજન અર્ચન બાદ વાજતે ગાજતે ધ્વજાજીની શોભાયાત્રા રૂપ રવેડી નીકળી હતી. જેમાં મોટાભાગના પત્રકાર મિત્રોએ ધ્વજાજીના દર્શન સાથે માથે ચડાવવાની અનન્ય વેળાનો લાભ લીધો હતો.

પ્રસ્તુત તસ્વીરોમાં જેતલસર, જેતપુર અને રાજકોટના યુવા પત્રકાર કશ્યપ જોષીએ ખોડલધામના ટ્રસ્ટી નરેશભાઈ પટેલની ટૂંકી મુલાકાત લઈને ધ્વજાજી દર્શનનો પણ લાભ લીધો હતો તે તસ્વીરોમાં દેખાય છે.

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..