Back

મહાકુંભ 2019 અંતગત બહેનો અને ભાઈઓ ઓપન એજગ્રુપ કબડ્ડી જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટ યોજાઈ

ગુજરાત રાજ્ય યુવા સેવા અને સંસ્કૃતિ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા રમત ગમત અધિકારી શ્રી ની કચેરી છોટાઉદેપુર 

તેમજ એસ.બી.સોલંકી વિધામંદિર નસવાડી સંયુક્ત ઉપક્રમે નસવાડી હાઈસ્કૂલ ના મેદાન ઉપર ખેલ મહાકુંભ 2019 અંતગત બહેનો અને ભાઈઓ ઓપન એજગ્રુપ કબડ્ડી જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટ યોજાઈ.ભાઈઓ માં 12 ટીમોએ ભાગ લીધો જેમાં છોટાઉદેપુરની ટીમ ફાઇનલ વિજેતા થયું અને બહેનોમાં 10 ટીમોએ ભાગ લીધો જેમાં નસવાડી એસ.બી. સોલંકી ની ટીમ વિજેતા બની હતી..આ સમારંભના ઉદ્ઘાટક શ્રી અભેસિંગ તડવી ( એમ.એલ.એ- 139)  .આ જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં 16 ટીમો ભાઈઓ  અને 16 ટીમો બહેનો ભાગ લીધો હતો જેમાં બહેનોમાં નસવાડી એસ.બી સોલંકીની ટીમ પ્રથમ નંબરે આવી હતી. જ્યારે ભાઈ માં છોટાઉદેપુર ની ટીમ પ્રથમ નંબરે આવી હતી 


છોટાઉદેપુર જિલ્લાના રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લઈ ખેલની પ્રતિભા દર્શાવી હતી.રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓ ની પ્રતિભા ને યોગ્ય પ્લેટફોર્મ આપવા અને ખેલાડીઓ ને રમત ક્ષેત્રમાં આગળ વધારવા રમતગમત વિભાગ દ્વારા ખેલ મહાકુંભ યોજવામાં આવે છે.કબડ્ડી જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ નસવાડી  યોજાયો. 10 દિવસ ચાલનારા ખેલ મહાકુંભમાં વિવિધ રમતો રમાશે જેના ભાગરૂપે આજે ઓપન એજગ્રુપ ભાઈઓ  અને બહેનો બંને ટીમઓની સ્પર્ધા યોજાઈ હતી જેમાં 300 થી વધુ ખેલાડીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. એસ.બી.સોલંકી વિદ્યામંદિર હાઈસ્કુલ નસવાડી ખાતે ખેલાડીઓ પ્રતિભા ખેલાડીઓ માટે જમવા સાથે ની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.