Back

લખઘીરગઢ કકાસણીયા પરિવાર દ્વારા માતુશ્રી ના સ્મરણાથ પાંજરાપોળ ને ૫૧ હજાર નું દાન


ટંકારા તાલુકા ના લખઘીરગઢ ગામ ના કકાસણીયા પરિવાર દ્વારા પોતાની માતા શાંતાબેન ભવાનભાઇ કકાસણીયા ઉ.વષૅ ૯૭ ના સ્વૅગવાસ પ્રસંગે પાંજરાપોળ ના અબોલ જીવો ના ઘાસચારા માટે દાન આપેલ છે 

વિરજીભાઇ ભવાનભાઇ ,લવજીભાઇ ભવાનભાઇ ,રમેશભાઈ ભવાનભાઇ તથા નરમેરામભાઇ ભવાનભાઇ દ્વારા પોતાની માતા ના સ્વગૅવાસ પ્રસંગે યોજાયેલ બેસણા માં સગા સંબઘીઓ ને ફુલઝાડ ના એક હજાર રોપા ઓ નું વિતરણ કરેલ કકાસણીયા પરીવાર દ્વારા ટંકારા પાંજરાપોળ અબોલ જીવોને સારા માઠા પ્રસંગે સુકો ઘાસચારો, લીલો ચારો ખોળ કપાસિયા પુરા પડાય છે .

કકાસણીયા પરિવાર દ્વારા ટંકારા પાંજરાપોળ ને રૂપિયા ૫૧૦૦૦/નું દાન વ્યવસ્થા પક રમેશભાઈ ગાંઘી તથા દિલીપભાઈ પટેલ ને સુપ્રત કરેલ આ ઉપરાંત લખઘીરગઢ યુવક મંડળ ને વુક્ષારોપણ તેમજ વુક્ષો ઉછેરવા ૧૧૦૦૦/ નું દાન આપેલ કકાસણીયા પરિવારે અબોલ જીવો માટે દાન કરી પ્રેરક કાયૅ કરેલ છે ....



Jaykansara & Dhaval Trivedi

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..