Back

વાંકાનેર જામનગર બસ વાયા અમરાપર ટોળ બસ બંઘ કરાતા વિઘાથી ઓ ને હાલાકી




વાંકાનેર જામનગર વાયા અમરાપર -ટોળ તથા વાંકાનેર ટંકારા રાત્રી રોકાણ બસ બંધ કરવામાં આવતા ગ્રામજનો તથા વિઘાથી ઓ ભારે હાલાકી ભોગવી રહેલ છે વાંકાનેર જામનગર બસ વાયા ટોળ અમરાપર સવારે ૫:૪૫ કલાકે ઉપડે છે આ  બંસ  પચાસ થી સાંઇઠ જેટલા વિઘાથીઓ અપડાઉન કરે છે ટંકારા ખાતે માઘ્યમિક શાળા ઉચ્ચ માઘ્યમિક શાળા કોલેજ તેમજ મોરબી રાજકોટ જઇને અભ્યાસ કરે છે છેલ્લા દસ દિવસ થી બંઘ કરાતાં વિઘાથીઓ ને અભ્યાસ છોડી દેવાની ફરજ પડી રહેલ છે મુસાફરો ને હેરાનગતિ ભોગવવી પડે છે આજ રીતે વાંકાનેર ટંકારા રાત્રી રોકાણ ની બસ ટંકારા રાત રહે છે અને ટંકારા થી સવારે ૬ કલાકે વાંકાનેર જાય છે આ બસમાં વાંકાનેર અભ્યાસ કરતા વિઘાથીઓ અપડાઉન કરે છે

એસ .ટી સતાવાળાઓ એ રસ્તો ખરાબ હોવાનું જણાવી બસો બંઘ કરેલ છે પરતું ત્રીસ ચાલીસ ટન ભરેલ ટોરસો ટ્રકો આ રોડ ઉપર ચાલે છે ખાનગી વાહનો પણ ચાલુ છે બસ બંઘ થતા મુસાફરો લુટાંય છે માગૅ મકાન વિભાગ દ્વારા તાકીદે રસ્તો રીપેર કરવામાં આવે અને એસ .ટી સતાવાળાઓ બસો તાત્કાલિક શરૂ કરે ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ  ગૌતમ ભાઇ વામજા  દ્વારા સતાવાળાઓ કરાયેલ છે.

Jaykansara & Dhaval Trivedi

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..