Back

કાલોલ શહેર માં ગટરના પાણી માર્ગો પર: ગટર તારા વહેતા પાણી.. જાણો ક્યાં ?????

પંચમહાલ.કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા





કાલોલ નગર પાલિકાના વોર્ડ નં છ અને સાત સામસામે આવેલ અને ધાર્મિક સ્થળ કબ્રસ્તાન તરફ જતા આ વિસ્તારમાં છેલ્લા દશ દિવસથી આ ગટરમાં કચરો ફસાઇ જતા એકાએક ગટર ઉભરાઈ ગઈ હતી. ગટર ઉભરાતા સળંગ દશ દિવસથી સમગ્ર રોડ ગટરના ગંદા પાણીથી ઉભરાઈ ગયો છે.અને ગંદુ પાણી રોડ પર આવી જતા રોડ પરથી ચાલીને નીકળતા લોકો પાલિકા તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા હતા. લોકોનું કહેવું છે કે ગટરની યોગ્ય સમયે સફાઈ થતી ન હોવાથી વારંવાર ગટર ઉભરાવાની સમસ્યાઓ જોવા મળે છે. પણ નઘરોળ પાલિકા તંત્ર રોડની બાજુમાં ચેબંર બનાવીને રીપેરીંગ કરાવી શકતી નથી પણ હવે તો ગટરની યોગ્ય સફાઈ પણ કરી શકતી નથી વારંવાર પાલિકા તંત્રને  રજૂઆત કરી છે અને નગરપાલિકામાં બોડપર ઉલ્લેખ કર્યો છે કે ચોવીસ કલાકમાં ઉભરાતી ગટરો સાફ કરી નિકાલ કરવા આવશે પણ ૧૦ દિવસ વિતવા લાગ્યા છતાં આજે પણ લોકો ગટરના વહેતાં ગંદા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે.આ વિસ્તારના જાગૃત નાગરિક અમીનખાન પઠાણ એ જણાવ્યું છે કે અમારા મુસ્લિમ સમાજના મરણ જનાર ની અંતિમ યાત્રા લઇને કબ્રસ્તાન જવાનો આ રસ્તો ગંદા પાણીથી મુક્ત કરવા માટે અમોએ નગરપાલિકાના એન્જીનીયર મનોજ ભાઇને રુબરુ સ્થળ પર બોલાવી ગટર ઉપર ચેમ્બર બનાવવા માટે છેલ્લા એક વર્ષથી જણાવ્યું હતું પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી તાત્કાલિક આ રસ્તો ચોકખો કરી અને ઉભરાતી ગટર ઉપર ચેમ્બર બનાવવા  લોકોએ માંગણી કરી છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..