Back

વાત્સલ્ય ન્યૂઝ અસર:વાંકાનેર પાવન PUC ને કારણદર્શક નોટિસ

તા.17.09.2019

વાંકાનેર


વાંકાનેર: તારીખ 16 થી ટ્રાફિકના નવા નિયમોની અમલવારી શરૂ થઈ ગઈ છે. જેથી પી.યુ સી કઢાવવા માટે મોટી મોટી લાઈનો લાગે છે. પીયુસી કાઢવાવાળા બે લગામ બનીને બેફામ રીતે પોતાની મરજી મુજબ ના ભાવ લઈ રહ્યા હતા તેમની જાણ કપ્તાનને થતા. તેની જાણ ગુજરાત દર્શન રીપોર્ટર અર્જુનસિંહ વાળાને થતા તેવો સાથી પત્રકાર અયુબ માથકિયા અને શાહરૂખ ચૌહાણ સાથે નેશનલ હાઈવે પર આવેલ એવન કોમ્પલેસમાં ચાલતું પાવન પીયુસીની સ્થળ મુલાકાત લીધી હતી. જ્યાં  ગ્રાહકો પૂછતાં પાવન પીયૂસી દ્વારા ચલાવવામાં આવતી ઉઘાડી લૂંટ ને ખુલ્લી કરી હતી.




જ્યારે અમારી ની ટીમ ત્યાં પહોંચી ત્યારે આશરે ૩૦ લોકો PUC કઢાવવા માટે લાઈનમાં ઊભા હતા અહીં એક મોટરસાયકલનું PUC કાઢતા જોયું તો તેઓ માત્ર નંબર પ્લેટ નો ફોટો પાડી અને puc આપી રહ્યા હતા. પીયુસી કાઢવા માટે જે સાઇલેન્સરમાંથી નીકળતા ધુમાડાની માપણી કરવાની હોય છે તેવી કોઈ પ્રક્રિયા કરવામાં આવી નોહતી. પાવન પીયુસીવાળાને ખબર પડતા જ કે પત્રકારોની ટીમ આવી પહોંચી છે તુર્તજ તેઓએ કનેક્ટિવિટી જતી રહેવાનું બહાનું કરીને શટર બંધ કરી દીધું હતું.




આ સમયે  લાઇવ વીડિયો શૂટીંગ  ચાલુ હતું અને તેમાં આ સંપૂર્ણ ઘટના લાઈવ બતાવવામાં આવી હતી. ત્યાં લોકોની પરેશાની લોકોને પૂછી હતી અને અહીં pucના કેટલા રૂપિયામાં લેવામાં આવે છે તે લોકોને જ પૂછતા તેવો એ જણાવેલું કે મોટરસાઇકલ ના ૫૦ રૂપિયા તેમજ ફોર વીલ ના  ૧૦૦ રૂપિયા લેવામાં આવે છે જે સરકારના નિર્ધારિત ભાવ કરતાં ડબલ થી વધુ ભાવ હતા આમ ત્યાં ખુલ્લી લૂંટ ચલાવવામાં આવી રહી હતી.ત્યારે પત્રકારો  ની ટીમે કહ્યું હતું કે જો આ પીયુસી સેન્ટર દ્વારા વધુ પૈસા લેવાનુ ચાલુ રહેશે તો અમો તેમને ઉઘાડા કરવા માટે ફરી પાછા આવીશું અને લોકોને વીઝીટીંગ કાર્ડ આપી અહીં ફરી પાછુ puc કાઢવાનું શરૂ થાય અને વધુ ભાવ લેવામાં આવે તો ફોન કરવાનું જણાવ્યું હતું.




તેમજ  આરટીઓ, કલેકટર સમક્ષ સોશિયલ મીડિયા અને ટેલિફોનિક ફરિયાદ કરી હતી. જેમની અનુસંધાને પાવન પીયુસીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. આ અંગે તેમની પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે અને સમયસર જો સંતોષકારક ખુલાસો નહીં આપવામાં આવે તો તેમનું પીયુસીનું લાયસન્સ રદ કરવા માં આવશે તેઓ આ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.




આજે  સાથી પત્રકાર મિત્રો દ્વારા પીયુસી કઢાવવા બાબતે લોકોની કરવામાં આવતી ઉઘાડી લૂંટને લોકહિત માટે ખુલ્લી પાડવા અને અધિકારીઓ સુધી પહોંચાડવા આ ટીમની કોશિશને અધિકારીઓએ પણ પોઝિટિવ લઈને ઝડપી કાર્યવાહી કરીને લોકો ને પડતી મુશ્કેલીઓ દૂર કરવા તેમજ pucના નામે થતી લુંટ અટકાવવા ઝડપી પગલાં લેનાર અધિકારી અને વહીવટીતંત્રને લોકો વતી સલામ….

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..