Back

જામનગરની બે વિદ્યાર્થીનીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે સૂવર્ણ ચંદ્રક મેળવ્યો :

જામનગરની બે વિદ્યાર્થીનીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે સૂવર્ણ ચંદ્રક મેળવ્યો :ભારત સરકાર દ્વારા સૌથી નાની વયના વૈજ્ઞાનિક તરીકે સિદ્ધિ પ્રાપ્ત કરી


ભારત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ દ્વારા સંચાલિત “નેશનલ ચિલ્ડ્રન્સ સાઇન્સ કોંગ્રેસની રાષ્ટ્રીય સ્તરની વિજ્ઞાન સ્પર્ધાના 26માં વર્ષે જામનગરની શ્રી આણદાબાવા સંસ્થા સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ-માં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીનીઓ “હીર એન. મોદી અને ડોલી એચ. દૂધઈયાએ" "ખેતરમાં માટીનું ધોવાણ રોકવા અંગેના સંશોધનવિષય પર જિલ્લા સ્તરે શ્રી એમ. ડી. મહેતા વિજ્ઞાન કેન્દ્રધ્રોલ ખાતે તા. 25 સપ્ટેમ્બર 2018ના રોજ પ્રોજેક્ટ રજૂ કરી કુલ 125 પ્રોજેટ્સમાંથી ટોચના 10 પ્રોજેટ્સમાં સ્થાન મેળવ્યું હતું. આ પ્રોજેક્ટ દરમ્યાન તેઓએ અંદાજે 200 જેટલા ઘરનો તેમજ 50થી વધારે ખેતરોનો સર્વે પણ કરેલ.

આ ઉપરાંત બન્ને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ પ્રોજેક્ટને તા. 2 અને 3 ડિસેમ્બર 2018ના રોજ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાએ રાજ્યના કુલ 330 પ્રોજેટ્સમાંથી ટોચના 26 પ્રોજેટ્સમાં સ્થાન મેળવેલ.

રાજ્યકક્ષાએ સ્થાન મેળવ્યા બાદ બન્ને વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર તરફથી રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા તા. 27 થી 31 ડિસેમ્બર 2018 દરમ્યાન ભુવનેશ્વર, ઓડિશા ખાતે ગયેલ. જેમાં ભારત, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, સીંગાપુર, મલેશિયા, ફિલિપીન્સ, વિએટનામ, મ્યાનમાર, કમ્બોડિયા, બ્રુનેઇ અને લાઓસ જેવા એશિયાઈ દેશોના પ્રતિસ્પર્ધકોએ આશરે 800 થી 850 જેટલા પ્રોજેકટ્સ રજૂ કરેલ.

ભુવનેશ્વર ખાતે યોજાયેલ આંતર રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં હીર મોદી અને ડોલી એચ. દુધૈયા એ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાની તક મળવાની સાથે સૂવર્ણ ચંદ્રક મેળવેલ તેમજ ભારત સરકાર દ્વારા સૌથી નાની વયના વૈજ્ઞાનિક તરીકે સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. આમ તેઓએ આંતર રાષ્ટ્રીય કક્ષાએ ભારત દેશ, ગુજરાત રાજ્ય, જામનગર જિલ્લા અને શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ઇંગ્લિશ સ્કૂલનું ગૌરવ વધારેલ છે

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..