Back

સરદાર પટેલની વિરાટ પ્રતિમા સ્થળ નયા ભારતનું પ્રતિક સમાન છે : કેન્દ્રિય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરન

સરદાર પટેલની વિરાટ પ્રતિમા સ્થળ નયા ભારતનું પ્રતિક સમાન છે : કેન્દ્રિય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરન


કેન્દ્રિય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધી સ્ટેચ્યુ ને ન્યુ ઇન્ડિયા ના પ્રતીક સમાન ગણાવ્યું


સ્ટેચ્યુ ઓફ યુનિટી, વેલી ઓફ ફલાવર્સ, નર્મદા ડેમ, ભૂગર્ભ જળ વિધુત મથક સહિત અન્ય પ્રોજેક્ટની મુલાકાતથી અંત્યત પ્રભાવિત થયેલા વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરન


રાજપીપલા : જુનેદ ખત્રી

કેન્દ્રિય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન આજે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી, વેલી ઓફ ફલાવર્સ, ભૂગર્ભ જળ વિધુત મથક, નર્મદા ડેમ સહિત કેવડીયા ખાતે આકાર પામી રહેલા અન્ય આનુસંગિક પ્રોજેક્ટની મુલાકાત લઇ તેઓશ્રી અંત્યત પ્રભાવિત થયા હતા.

આ મુલાકાત દરમિયાન સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજીંગ ડિરેક્ટર ડૉ. રાજીવ ગુપ્તા, જિલ્લા કલેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમીનીસ્ટ્રેટર આઇ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ ઉપરાંત નિગમના વરિષ્ઠ ઇજનેરશ્રીઓ જોડાઇને જરૂરી વિગતોથી મંત્રીને વાકેફ કર્યા હતા.


કેન્દ્રિય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને આજે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચીને અંખડ ભારતના શિલ્પી સરદાર વલલભભાઇ પટેલની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી હતી ત્યારબાદ તેઓશ્રીએ ૪૫ માળની ઉંચાઇવાળી સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા ડેમના ઉપર વાસમાં પાણીની સતત આવકને લીધે ડેમની સપાટીમાં થઇ રહેલા પાણીને લીધે ડેમમાંથી પાણીના ઓવરફલોનું અદભુત નજારો પણ તેમણે માણ્યો હતો.

તદઉપરાંત વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદય નિહાળવાની સાથે “ મા નર્મદાના” પવિત્ર દર્શન કર્યા હતા. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી–પ્રદર્શન-લાઇબ્રેરી અને સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.

કેન્દ્રિય વિદેશ મંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બદલ ગૌરવની લાગણી અનુભવતા ઉમેર્યું હતુ કે, અંખંડ ભારતના શિલ્પી સરદાર વલલભભાઇ પટેલની આ પ્રતિમા સ્થળ નયા ભારતનું પ્રતિક સમાન છે ત્યારે આ સ્ટેચ્યુના નિર્માણમાં યોગદાન આપનાર સૌ કોઇની સેવાઓને તેઓશ્રીએ બિરદાવી હતી.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..