Back

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ નિલેશભાઈ કુંડારીયાનો આજે જન્મદિવસ

અહેવાલ - ભાવિક રૈયાણી

મૂળ ગાળા ગામના વતની હાલ રવાપર રોડ પર નીવાસી નિલેશભાઈ કુંડારીયાનો જન્મ 16 સપ્ટેમ્બર 1980 માં થયો હતો. તેઓએ B.Sc. B.P.ed. નો અભ્યાસ પૂર્ણ કરી મોરબીની ખ્યાતનામ નિર્મલ વિદ્યાલયમાં જેઓ સાયન્સ વિભાગમાં પ્રિન્સિપાલ તરીકે સેવા આપી રહ્યા છે. આ સાથે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળમાં ઉપપ્રમુખ તરીકેનો હોદ્દો નિભાવી રહ્યા છે. હર હંમેશ દરેક કાર્ય માટે આગળ પડતા હોય છે. આ સાથે મિતભાષી, સરસ વ્યક્તિત્વ અને શાંત સ્વભાવના તથા ઘણા બધા વિદ્યાર્થીઓના આદર્શ નિલેશભાઈને તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંચાલકો આજરોજ જન્મદિવસની શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.

આજરોજ તેઓ 39 વર્ષ પૂર્ણ કરી 40 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો અને દીર્ઘ આયુષ્ય માટે વાત્સલ્ય ન્યુઝ પરિવાર તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ...

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..