Back

વિવિધ સેવા કાર્યો સાથે સાંસદ તરફથી મોદી ના ૭૦માં જન્મદિનની ઉજવણી

રાષ્ટ્ર સેવાને સમર્પિત આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૬૯ વર્ષ પૂર્ણ કરી ૭૦ માં વર્ષ મંગળ પ્રવેશ કર્યો છે. ત્યારે તેમના જન્મદિન ની ગરિમા પૂર્ણ ઉજવણી આજે દેશભરમાં કરોડો લોકો કરી રહ્યા છે. ભાજપા સંગઠને દેશના મહા નાયક ના જન્મદિન ની ઉજવણી માટે સેવા સપ્તાહ નિર્ધારિત કરેલ છે. તેમ જણાવતા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યુ હતું ભારતના હરિત ક્રાંતિ અને પર્યાવરણ બચાવ અભયાન અંતર્ગત કચ્છ માં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે જેમાં, વૃક્ષા રોપણ, નિરાધાર લોકોને આશ્રમે તથા વૃધ્ધાશ્રમ માં ભોજન, બપોરે આંબેડકર હૉલ ખાતે મોદી મેલાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સરકાર તરફ થી અમલમાં આવતી યોજનાઓ હેઠળ ગરીબ - વિકાસ વંચિત – દિવ્યાંગો  ને લાભવિન્ત કરવા મેળાનું આયોજન કરેલ છે. મોદી ના દીર્ઘાયુ અને સ્વાસ્થય તંદુરસ્તી માટે શ્રમિક – મજદૂર વિસ્તારમાં તેમના પરિવાર ને મીઠું મોઢું કરાવી આશ્રીવાદ પ્રાપ્ત કરવા અને જીવન રક્ષિત હેલમેટ નું વિતરણ ના કાર્યક્રમ સાંસદ તરફ થી આયોજિત કરવામાં આવેલ છે.

સામાજિક વનીકરણ યોજનાઓ તહત ૧ લાખ વૃક્ષોના વાવેતરનું બીડું ઝડપનાર સાંસદ મોદીના જન્મદિવસે ભુજના ગૌરવસમા ભૂજિયાની તળેટીમા વૃક્ષારોપણ કરશે અને અન્યોને વૃક્ષારોપણ માટે પ્રેરિત કરશે. વૃક્ષ છે અનમોલ રતન કરો તેનું જતન, જન જન મા જાગૃતિ લાવો અને ઠેર ઠેર વૃક્ષ વાવોના પ્રેરક સંદેશ આપશે. 

 

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..