Back

રાજકોટમાં ગરબી મંડળની દિકરીઓના લાભાર્થે ભવ્ય લોકડાયરો યોજાશે..

જયેશ બોખાણી દ્વારા..

રાજકોટ શહેરમાં ગરબી મંડળની દિકરીઓના લાભાર્થે તા.૧૭-૦૯-૧૯ ને મંગળવારના સાંજે ૮:૩૦ કલાકે શિવનગર શેરી નં.૪/૭ ના ખૂણે, પી.ડી માલવીયા કોલેજની પાછળ ગોંડલ રોડ રાજકોટ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ અષાઢી ગાયક શ્રી ઉમેદ ગઢવી, રાસ ગરબાના ગાયકશ્રી  ઈલા મકવાણા, લોક ગાયકશ્રી વિશાલ વરૂ, ચારણ ગાયક ગોંવિદ ગઢવી, સંતવાણીના શ્રી કૌશિક ગૌસ્વામી અને સેલિબ્રિટી વિજુડી (ધનસુખ ભંડેરી અને તેની ટીમ) જમાવટ કરાવશે. આ તકે આયોજક શ્રી નિર્મળ આહિર દ્વારા રાજકોટ શહેર ઉપરાંત આસપાસના લોકો બહોળી સંખ્યામાં લોકડાયરાનો લાભ લઈ શકે તે માટે આમંત્રિત કરવામાં આવેલ છે.

 

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..