Back

મોરબી તાલુકામાં ડો.વિક્રમ સારાભાઈ વિજ્ઞાન,ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાશે..

કહેવાય છે કે, “બાળપણથી મોટી કોઈ શાળા નથી. જિજ્ઞાસાવૃતિથી મોટો કોઈ શિક્ષક નથી.” આજનો વિધાર્થી આવતીકાલનો ઉત્તમ નાગરિક બને. તેનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે, જેમને સૃષ્ટિના રહસ્યો સમજવા માટે પોતાના જીવન સમર્પિત કરી દીધા હતા. તેવા સંશોધકો, વિચારકોને આદર આપતો થાય તેવા આશયથી તા.૧૮/૯/૨૦૧૯, બુધવારના રોજ સમય સવારે ૧૦.૦૦ થી સાંજે ૩.૪૫ દરમ્યાન મોરબી તાલુકા કક્ષાનું ડો.વિક્રમ સારાભાઈ વિજ્ઞાન,ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરેલ છે. જે શ્રી લીલાપર પ્રાથમિક શાળા, મુ.લીલાપર, તા.જી.મોરબી ખાતે રાખવામાં આવેલ છે. જેમાં સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવવામા આવેલ છે.

 

અહેવાલ ધવલ ત્રિવેદી 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..