Back

વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં "નમામી દેવી નર્મદે" મહોત્સવ ઉજવાશે : જુઓ સંભવિત કાર્યક્રમ

વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં "નમામી દેવી નર્મદે" મહોત્સવ ઉજવાશે : જુઓ સંભવિત કાર્યક્રમ

રાજપીપળા : જુનેદ ખત્રી

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ઉપરવાસ માંથી ભારે પાણીની આવક થઈ રહી છે જેથી આજે પાણીની સપાટી તેની સંપૂર્ણ સપાટીએ પહોંચી છે


એક તરફ ઠેર ઠેર પુર ની પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાત સરકાર આ ઐતિહાસિક ક્ષણને ઉજવવા જઇ રહી છે જે સંદર્ભમાં વડાપ્રધાન મોદીના જન્મ દિવસે 17 મી સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં "નમામી દેવી નર્મદે" મહોત્સવ ઉજવવાની તૈયારીઓ તંત્ર દ્વારા આરંભી દેવાઈ છે

જે અંતર્ગત તા ૧૭ મી સપ્ટેમ્બર ને મંગળવારે રાજ્યમાં ઠેર ઠેર માં નર્મદાની એક સાથે આરતી કરવામાં આવશે જ્યારે રાજ્યકક્ષા નો કાર્યક્રમ સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે રાખવામાં આવ્યો છે

◆ વડાપ્રધાન મોદીએ ડેમના દરવાજા નું લોકાર્પણ કર્યું હતું...

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ ૩૦૦ થી વધી સાધુ સંતોની ઉપસ્થિતિ માં વડાપ્રધાન મોદીએ ડેમના ૩૦ દરવાજા લગાવ્યા બાદ પૂજા અર્ચના કરી ગેટ બન્ધ કરાયા હતા બાદ પ્રથમ વાર નર્મદા બંધમાં પાણી ની સપાટી વધતા ૮ ઓગષ્ટ ૨૦૧૯ના રોજ ડેમના દરવાજા ખોલવામા આવ્યા હતા


◆ વડાપ્રધાન મોદી કેવડિયા આવશે...

આ સંદર્ભે રાજ્ય ના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના ૭૦ માં જન્મદિવસ નિમિત્તે ૧૭ મી સપ્ટેમ્બરના રોજ આ ઐતિહાસિક દિવસે નર્મદા મહોત્સવ માં હાજરી આપવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું ત્યારે વડાપ્રધાન મોદી સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લેશે અને માં નર્મદાના નીરના વધામણા કરીને નર્મદા નદીની આરતી કરશે આમ ડેમ સંપૂર્ણ ભરી વડાપ્રધાન મોદીને જન્મદિવસની ભેટ ગુજરાત સરકાર આપશે તેમ કહી શકાય

◆ વડાપ્રધાન મોદી નો સંભવિત કાર્યક્રમ....

વડાપ્રધાન સવારે ૯ વાગ્યા થી ૧૨ વાગ્યા સુધી કેવડિયા રોકાશે

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના આગામી 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નર્મદા ના નીર ના વધામણા કરાવવા આવનાર છે નર્મદા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે તેઓએ ડેમ ઉપર પૂજાવિધિ કરી રહ્યું છે તે જનસભા સંબોધશે તે પછી સરદાર પ્રતિમા પ્રવાસીઓના આકર્ષણ માટે બનાવેલા સફારી પાર્ક વિશ્વ વન સહિતના વિવિધ પ્રોજેક્ટ કામગીરીનું નિરીક્ષણ કરશે ત્યારબાદ તેઓ ગરુડેશ્વર ખાતે દત્ત મંદિર જશે અને ત્યાં બની રહેલા નિયર ડેમની મુલાકાત લેશે વડાપ્રધાનના પ્રવાસ ને લઈ 17 સપ્ટેમ્બરે પ્રવાસીઓને સરદાર પ્રતિમા જોવા દેવામાં આવશે જ્યારે નર્મદા ડેમ અને વ્યુ પોઈન્ટ ૧ પ્રવાસીઓ માટે ૮ થી ૧૨ સુધી બંધ રખાશે

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..