Back

માણાવદર માંથી વિદેશી દારૂ સહિત ૧૩,૦૦,૦૦૦ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ

જૂનાગઢ :  માણાવદરના ગૌતમનગર પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ૧૮૮ પેટી તથા અન્ય મુદ્દામાલ સહિત ૧૩૦૫૦૦૦/- નો વિદેશી દારૂનો જથ્થો પકડી પડતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ

આ અંગે પોલીસ માંથી જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પો.ઈન્સ. આર.કે.ગોહિલ સહિત પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન બાતમી મળેલ કે માણાવદર તાલુકાના કતકપરા ગામના ઈમરાન સુલેમાન તથા અબ્દુલ સુલેમાન બન્ને ભાઈઓ ટ્રક નં ૭૮૩૯ માં ભારતીય બનાવટના વિદેશી દારૂનું કટીંગ કરી હેરફેર કરતા હોય અને માણાવદર તરફ જવાના છે.

તેવી બાતમી મળતા જેના આધારે જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના ઈન્ચાર્જ પો.ઈન્સ આર.કે.ગોહિલ તથા પો.સ્ટાફ સહિત માણાવદરના ગળવાવ ફાટક નજીક વોચમાં રહી થોડીવાર પછી કતપરા ગામ તરફથી એક ટ્રક આવતા ટ્રકને રોકવાનો પ્રયાસ કરતા ટ્રક રોકેલ નહિ અને  પુર ઝડપે માણાવદર તફર ભગાવેલ આગળ જતાં એક શખ્સે ગલીમાં વાળી લેવાનો ઈશારો તે શખ્સને ઝડપી લઈ ટ્રક અંગે પૂછતા જણાવેલ કે ટ્રકમાં વિદેશી દારૂ હોય જેથી તે શખ્સને સાથે રાખી ટ્રક બતાવવાનું કહેલ અને ટ્રક માણાવદરના ગૌતમ નગરની ગલીમાં પરિશ્રમ એકેડમિની ખુલ્લી જગ્યામાં પડેલ હોય અને ટ્રકની તલાશી લેતા ટ્રક માંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૧૮૮ પેટી બોટલ નંગ ૧૮૧૨ તથા ટ્રક સહિત  ૧૩,૦૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર : ભરત બોરીચા

Mo. 92768 17218