Back

વઘઇના જાગૃત ગૌ પ્રેમીઓએ ૪ ગૌવંશ ને ઉગાર્યા ૪ ઈસમોની અટક ૩ વોન્ટેડ

વઘઇના જાગૃત ગૌ પ્રેમીઓએ ૪ ગૌવંશ ને ઉગાર્યા ૪ ઈસમોની અટક ૩ વોન્ટેડ

ડાંગ જિલ્લામાં ગૌવંશ ની હેરાફેરી કરતા ૪ ઇસમોની અટક ગૌવંશની તસ્કરી કરનાર ઇસમો માં ચકશાર

વઘઇ ગૌ પ્રેમીઓ દ્વારા ટેમ્પો ચાલક ગમનભાઈ સોમાભાઈ પવાર રહે. બોરખલ તા.આહવા ની પૂછપરછ કરતા ગાયો સુબીર તાલુકાના નાંદનપેડા ગામના બે મુસ્લિમ ઈસમોએ આ ગૌવંશ તાપી જિલ્લાના ડોલવણ ગામે થી ભરી મહારાષ્ટ્રની બોર્ડરે આવેલ સાકરપાતળ થી સુરગાણા જતાં માર્ગ ઉંબરાનાઘોડા ગામે પહોંચ કરવાનું કહ્યું હોવાનું કબુલ્યું હતો 

ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ખાતે આર.ટી.ઓ. ચેક પોસ્ટ આગળ ગેરકાયદેસર ગાયો ભરેલો  GJ 02 VV 4742 મહિન્દ્રા છોટા હાથી ટેમ્પો ગૌવંશ ભરેલો બેફામ હંકારી જતાં શંકાના આધારે ટેમ્પો ઉભો રાખી તલાસી લેતા ટેમ્પામાં બેરેહમી પુર્વક દોરડા થી બાંધેલ ચાર ગાયો ભરેલ હતી તેમાંથી એક ગાય નું ચિંગડો તુટી ગયેલ લોહીમાં લથપથ હાલતમાં અને ઘાસ ચારો કે પાણી ની સુવિધા રાખ્યા વગર ટેમ્પોમાં કુર્તા રીતે ઠુસીને ભરી લઈ જતાં વઘઇ ગૌ પ્રેમીઓ દ્વારા પૂછપરછ કરાઇ હતી ટેમ્પા ચાલક પાસે કોઈ પણ જાતના પાસ પરમીટ કે આધાર પુરાવા નહિ હોવાનું જણાતાં ચોક્કસ ગાયો કતલખાને પહોંચ કરતા હોય તેમ શંકા જતાં તાત્કાલિક વઘઇ પોલીસ સ્ટેશન ફોન કરી જાણ કરાઈ હતી વઘઇ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી હતી અને ગાયો ભરેલું ટેમ્પો વઘઇ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યું હતું એ અંગેની જાણ ગણદેવી ખાતે રહેતા જીવદયા ગૌ રક્ષા મહા અભિયાન સમિતિ દક્ષિણ ગુજરાત ના પ્રમુખ પ્રેમભાઈ ગૌસ્વામી અને એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા (દિલ્લી)  ગુજરાત ના એનિમલ વેલફર બોર્ડ ઓફિસર મહાવીરભાઈ જૈન ચીખલી ને જાણ કરાઇ હતી જેઓ બન્ને ગૌ સેવકો તાત્કાલિક વઘઇ પોલીસ સ્ટેશને આવી ગયા હતાં અને ગાયોને કતલખાને લઈ જવામાં સંડોવાયેલા ૪ ઈસમો  એવા ૧.ગમનભાઈ સોમનભાઈ પવાર, ૨.જયસિંગભાઈ શંકરભાઈ પવાર, ૩.જીગ્નેશભાઈ ચંદરભાઈ પવાર ,૪.સામસૂમભાઈ લઇંદરભાઈ પવાર ,તમામ રહે બોરખલ તાલુકા આહવા જીલ્લા ડાંગ નાઓના વિરુદ્ધ એફ.આર.આઇ નોંધાવી વઘઇ પોલીસ ગોવંશ ની હેરાફેરી માં સંડોવાયેલા ૪ આરોપીઓ ને અટક માં લીધા હતાં અને ડોલવણ થી ગાય ભરાવનાર અને નાંદનપેડા ના બે ઇસમો સહિત ત્રણ ને વોન્ટેડ જાહેર કરી ગુન્હો નોંધ કર્યો છે વઘઇ પોલીસ ગાયોને નજીકી નવસારી જિલ્લાના ખડસુપા ગામે આવેલ ભગવાન મહાવીર વિશ્વ કલ્યાણ ટ્રસ્ટ ખાતે સુરક્ષિત પહોંચાડી આગળની કાયદેસર ની.કાર્યવાહી હાથ ધરી છે

વઘઇ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..