Back

હાલોલના પ્લાસ્ટિક ઉદ્યોગમાં કામ કરતા હજારો કારીગરોમાં ચિંતાનુ મોજુ..જાણો શુછે કારણ

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી





હાલોલ નગર ખાતે આવેલ જીઆઇડીસી માં કાર્યરત પ્લાસ્ટિક ઉદ્યોગો મધ્ય ગુજરાતમાં પ્લાસ્ટિકના હબ તરીકે ઓળખાય છે. હાલોલ જીઆઈડીસી ખાતે પ્લાસ્ટિક ઉત્પાદનના ૬૦૦ ઉપરાંત એકમો કાર્યરત છે.  જેમાં પચ્ચીસ હજાર જેટલા કામદારો પ્રત્યક્ષ રીતે રોજીરોટી મેળવે છે. જ્યારે આ ઉદ્યોગો સાથે સંકળાયેલા અન્ય પચાસ હજાર લોકો રોજીરોટી મેળવે છે. જો આ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉદ્યોગો બંધ થાય તો તમામ લોકોને રોજીરોટીનો પ્રશ્ન ઉત્પન થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ પ્લાસ્ટિક ઉદ્યોગો રાતોરાત બંધ ન થાય તે માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકની વ્યાખ્યા સ્પષ્ટ કરવી જરૂરી બને છે.

     ૧૫ ઓગસ્ટ ના રોજ પ્રધાનમંત્રી દ્વારા તેઓના સંબોધન દરમિયાન ૨જી ઓકટોબર ગાંધી જયંતિ ના રોજથી સિંગલ  યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધની જાહેરાતના પગલે હાલોલના પ્લાસ્ટિક ઉત્પાદકો માં ચિંતા ના વાદળો ઘેરાયા છે. જેના પગલે હાલોલ ખાતે આવેલ પ્લાસ્ટિક ઉદ્યોગો માંથી હાલમાં ૯૦ ટકા જેટલા પ્લાસ્ટિક ઉદ્યોગો માં  15  ઓગસ્ટ  બાદ  ઉત્પાદન ઠપ્પ  થય ગયેલ  છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગેની સ્પષ્ટ નીતિ ન હોવાના કારણે ઉદ્યોગો ઠપ્પ  થઈ ગયા હોવાનું પ્લાસ્ટિક  ઉદ્યોગપતિઓ  દ્વારા જાણવામાં આવે છે.

    જોકે સિંગલ યુઝ પ્લાસ્ટિક ની વ્યાખ્યા અંગે હજુ કોઈપણ પ્રકારની સ્પષ્ટતા ન હોવાથી હાલોલ ના પ્લાસ્ટિક ઉત્પાદકો અસમંજસ ની સ્થિતિમાં હોય ઉત્પાદન બંધ કરેલ હોવાનું જણાવી રહ્યા છે. જોકે સરકાર દ્વારા કયા પ્રકારના પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવનાર છે. તે અંગે સ્થિતિ બહુ જલ્દી સ્પષ્ટ કરવામાં આવે તેવી હાલોલ ના પ્લાસ્ટિક ઉદ્યોગપતિઓની માંગ ઉઠી છે.

    જ્યારે આ અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પંચમહાલના પ્રાદેશિક અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું. કે પ્રધાનમંત્રી દ્વારા આ વિચાર વહેતો મુકવામાં આવ્યો છે. જેનો અમલ બીજી ઓક્ટોબર ના રોજ થી કરવામાં આવનાર છે. પરંતુ આ અંગે સરકાર પાસેથી હજુ સ્પષ્ટ બાયલોઝ અમોને મળ્યો નથી. સિંગલ યુઝ પ્લાસ્ટિક તરીકે  કોને ગણવામાં આવશે તેનું સ્પષ્ટીકરણ બાયલોઝ આવ્યા બાદ જ ખબર પડશે. જોકે આ તમામ પ્રક્રિયા બહુ જલ્દી પૂર્ણ થશે તેમ જણાવ્યું હતું.

    જોકે અહીંયા પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે પ્રદૂષણના મુદ્દે પ્લાસ્ટિક પર પ્રતિબંધ ભલે થતો પરંતુ ઉપભોક્તા માટે પ્લાસ્ટિકનો વિકલ્પ શું ? કાગળની બેગો બજાર મા પ્રવેશ કરી લીધો છે. પરંતુ મોટા પ્રમાણમાં કાગળની બેગો બજારમાં ઉપલબ્ધ છે ? ઉપભોક્તા તો કદાચ પ્લાસ્ટિકની બેગ વિકલ્પ શોધી લેશે. પરંતુ હાલોલ જીઆઈડીસી માં આવેલ પ્લાસ્ટિક ઉદ્યોગોના બેરોજગાર થતા કામદારોની રોજીરોટીનો કોઈ વિકલ્પ છે ખરો ? અને એમાં પણ અશિક્ષિત મહિલાઓને મોટા પ્રમાણમાં રોજીરોટી મળે છે. જેના દ્વારા તેઓનું ઘર ચલાવવામાં આવે છે. આવી મહિલાઓ માટે તેઓની રોજીરોટી બંધ થઈ એ વ્રજઘાત સમાન થવાની સંભાવનાઓ જણાઇ આવે છે. 

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..