Back

સૂફીસંત સૈયદ મુસ્તકઅલી બાવાના જન્મદિવસ નિમિત્તે ગુજરાત ભરમાં વસતા તેમના અકીદતમંદો દ્વારા ફ્રુટ .કેળા. તથા દૂધનું વિતરણ કરવામાં આવ્યું.

પીરે તરીકત સૂફીએ મિલ્લત સુફી સંત સૈયદ અલ્હાજ મુસ્તાક અલી બાવાના જન્મ દિવસના મોકા પર ગુજરાતમાં તથા ગુજરાતની બહાર વસતા તેમના મુરીદો તથા અકિદતમંદો દ્વારા વિવિધ હોસ્પિટલમાં તથા જરૂરિયાતમંદોને ફ્રુટ તથા અમુલ દૂધનું વિતરણ કરવામાં આવ્યું.જેમાં ફૈઝ યંગ સર્કલની બહેનો દ્વારા પણ વિષેશ યોગદાન આપવામાં આવ્યું.

  જેમાં કરજણ રેફરલ હોસ્પિટલમાં તથા મિયાગામ સુમેરુ હોસ્પિટલમાં કેળા સફરજન, બિસ્કિટ તથા અમૂલ દૂધનુ વિતરણ કરવામાં આવ્યું તથા કરજણ પોલીસ સ્ટેશનના હાજર સ્ટાફને ફૂલ આપી મોઢું મીઠું કરાવવામાં આવ્યું.આ પ્રસંગે હાજર  ગુલામ બાપુ, અયુબભાઇ, શરીફભાઇ, અકબરભાઇ, રમઝાનભાઇ અને કરજણ જલારામ સંતોષ નગરના એક નંબર વોર્ડના સભ્ય શ્રી પ્રકાશભાઇ રોહિત અને મુસ્તાક અલી બાવા ના મૂરિદો અને કરજણ ફૈઝ યંગ સર્કલ અને ખેરડા ફૈઝ યંગ સર્કલ કમિટીના મેમ્બરોએ હજરત સૈયદ મુસ્તાકઅલી બાવાના જન્મદિવસની ખુશી મનાવી હતી.



ફૈઝ ખત્રી.

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..