Back

શિનોર તાલુકાના માલસર ખાતે આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે જન જાગૃતિ માટે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું.

આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ને એકવર્ષ પૂર્ણ થતાં શિનોર તાલુકાના માલસર ગામના સ્થાનિક લોકોમાં મુખ્યમંત્રી અમૃતમ , મા વાત્સલ્ય અને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગે જાગ્રુતી માટે આયુષમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર માલસર ખાતે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી.જેમાં કોમ્યુનીટી હેલ્થ ઓફિસર , સરપંચ સહિત માલસર ગ્રામ પંચાયતના સદસ્યો અને આશાવર્કર બહેનો જોડાઈ હતી.


સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મુખ્યમંત્રી અમૃતમ , મા વાત્સલ્ય અને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ ,મધ્યમ પરિવારો માટે આશીર્વાદ સાબિત થઈ છે અને મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજના ના તમામ પરિવારો ને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં આવરી લઈને નાનીમોટી બીમારીઓને લઈને ગંભીર પ્રકારની બીમારીઓ નું રૂપિયા પાંચ લાખ સુધી વિના મૂલ્યે સારવાર ની યોજના અમલીકરણ કરીને સરકાર દ્વારા હવે બીમાર નહિ રહે લાચાર , બીમારી નો થશે મફત ઉપચાર ના સફર મંત્ર સાથે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આશીર્વાદ સાબિત થયેલ આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ને સફરતા પૂર્વક એક વર્ષ પૂર્ણ થવા પામ્યા હતા.

        આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર યોજના ને સફરતા પૂર્વક એક વર્ષ પુરા થતા શિનોર તાલુકા ના માલસર ગામ ખાતે આવેલ આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર માલસર ખાતે કોમ્યુનીટી હેલ્થ ઓફિસર સાહિસ્તા .એ .પઠાણ , સરપંચ રમણભાઈ માછી ,ઉપસરપંચ , આશાવર્કરો અને માલસર ગ્રામ પંચાયતના સદસ્યો ની ઉપસ્થિતી મા માલસર ગામના સ્થાનિક લોકો મા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગે માહિતગાર કરવા માટે પ્રભાત ફેરી નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં માલસર અંબાજી માતાજી ના મંદિરે થી પ્રારંભ કરીને સમગ્ર ગામમાં ફેરવીને કોમ્યુનીટી હેલ્થ ઓફિસર સાહિસ્તા .એ પઠાણ દ્વારા શરબત સહિત નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સમગ્ર માલસર ગામમાં આરોગ્યલક્ષી બેનરો સાથે પ્રભાત ફેરી કાઢીને સરકાર ની આરોગ્ય ની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા .

     શિનોર તાલુકા ના માલસર ગામ ખાતે આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ને એક વર્ષ ને સફરતા પૂર્વક પુરા થવાને અનુલક્ષીને આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર માલસર દ્વારા આયોજિત કરવામાં આવેલ પ્રભાત ફેરી મા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો , ગ્રામ પંચાયત સદસ્યો , આશાવર્કરો અને કોમ્યુનીટી હેલ્થ ઓફિસર સહિત ના ઉપસ્થિતી મા સફરતા પૂર્વક પ્રભાત ફેરી કાઢીને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ના સફરતા પૂર્વક એક વર્ષ પુરા થતા ભારે હર્ષોલ્લાસ સાથે પ્રભાત ફેરી કાઢીને ઉજવવામાં આવ્યો હતો.



ફૈઝ ખત્રી. શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..