Back

માણાવદર ગૌતમનગર પાસેથી વિદેશી દારૂની 188 પેટી સહીત કિ.રૂા. ૧૩,૦૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે 1 ને દબોચતી પોલીસ

જૂનાગઢ CRIME BRANCH ના ઇન્ચાર્જ પીઆઇ રાજદીપસિંહજી ગોહિલ સહિતના સ્ટાફનો સપાટો

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક સાહેબ એસ.જી.ત્રિવેદીની સુચના તેમજ ઇચા. પોલીસ
અધિક્ષક  રવિ તેજા વાસમશેટ્ટીના સીધા માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને
નેસ્તનાબૂદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો પર પાસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના
અપાઈ હતી.

જે અન્વયે  કામે ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પોલીસ સ્ટાફ દ્વારા ઉપરોકત સુચના ધ્યાને લઇ ગત રાત્રીના
ના.રા. માં જીલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી આવી ગે.કા પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખતા ક્રાઇમ બ્રાન્ચે જુનાગઢના
ઇચા. પો.ઇન્સ. આર.કે.ગોહિલ તથા પો.સ્ટાફ ને સંયુક્તમાં ખાનગીરાહે ચોકક્સ બાતમી હકિકત મળેલ કે, કતકપરા ગામના
ઇમરાન સુલેમાન તથા અબ્દુલ સુલેમાન બંને ભાઇઓ ભારતીય બનાવટના વિદેશી દારૂનું કટીંગ કરી હેરફેર કરતો હોય અને
ટ્રક નં. ૭૮૩૯ માં વિદેશી ધરૂ ભરી માણાવદર તરફ જવાના હોય જે બાતમી હકિકત આધારે ગળવાવ ફાટક નજીક વોચ ગોઠવાઈ હતી.

આ ટ્રક માણાવદર ગૌતમ નગરની ગલીમાં પરિશ્રમ એકેડેમી ખુલ્લી જગ્યામાં ટ્રેક પડેલ ટ્રકના ઠાઠામાં જોતાં જુદી
જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ટ્રક સાથે  ઇમરાન યુનુસ નારેજા ગામેતી ઉ.વ.૨૮ રહે, માણાવદર, લક્ષ્મીનગર સોસાયટી, હોન્ડા ના શો-રૂમ સામેવાળો પકડાઈ ગયો હતો. પોલીસે રૂપિયા 13.5 લાખનો મુદ્દમાલ કબ્જે કરી ઇમરાનને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.


આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચ.ના ઈન્યા. પો.ઇન્સ. આર. કે. ગોહીલ, પો. હે.કો. વી. એન. બડવા, બી કે, સોનારા, તથા ડિટેકસન સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ એચ.વી.પરમાર, ડાયાભાઇ, સાહિલભાઈ સમા, ભરતભાઈ સોલંકી, જયદીપભાઈ કનેરીયા, પ્રોહિબિશન-જુગાર સ્ક્વોડના ધર્મેશભાઈ વિગેરે રોકાયા હોવાનું ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના ઇચા. પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.ગોહિલે પત્રકાર કશ્યપ જોશીને ટેલિફોનિક સંપર્ક દરમિયાન જણાવ્યું હતું.
.

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..