Back

હાલોલ.લીમડાની ઝાડની ડાળ તુટીને મકાન ઉપર પડી,પરિવારનો આબાદ બચાવ

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી




હાલોલ નગરના મધ્યમાં આવેલા રામપૂરી ફળીયામા રવિવારે સવારના સુમારે પતરાવાળા મકાનની છત પર એકાએક લીમડા ના ઝાડની તોતિંગ ડાળી પડતા મકાનનીછત તૂટી પડી હતી સદ્ નસીબે મકાનમાં હાજર પરિવારનો આબાદ બચાવ થયો હતો બનાવની જાણ હાલોલ ફાયર ફાઈટર ની ટીમને કરતા ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી ડાળને હટાવવા કવાયત હાથ ધરી હતી.

      હાલોલ શહેરના રામપુરી ફળીયા મા રહેતા નયનાબેન પરમારના પતરાવાળા કાચા મકાન પર રવિવારના રોજ સવારના સુમારે ઘર નજીક  વિશાળ લીમડાના ઝાડની એક તોતિંગ મોટી ડાળી એકાએક ધડાકાભેર છત ઉપર તૂટીને પડી હતી વહેલી સવારનો સમય હોઈ નયના બેન સહિત પરિવારજનો ઘરમાં હતા જોકે  સદ્નસીબે કોઈ ને પણ કોઈ જાનહાનિ પહોંચવા પામી ન હતી. ધડાકાભેર ડાળી મકાનની છત પર તૂટી પડતા આડોશ પાડોશમાં થી લોકો દોડી આવ્યા હતા અને પરિવારજનોને બહાર કાઢી બનાવ અંગે હાલોલ ફાયર ફાઈટરની ટિમ ને જાણ કરી હતી જેને લઈ ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મકાનની છત પર પડેલ વૃક્ષની ડાળી ને ભારે જહેમત બાદ હટાવી હતી તોતિંગ વૃક્ષની ડાળી છત પર પડતા છતનો કચ્ચરઘાણ વળી જતા ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..