Back

HTBT કપાસનું બિયારણ ખેડૂત તેમજ જીવ સૃષ્ટિના હિત ખાતર મંજૂરી નહી આપવા માંગ

 કિસાન ક્રાન્તિ ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ ના માર્ગદર્શન હેઠળ  સાબરકાંઠા જિલ્લા કલેક્ટર પ્રવિણ ડી કે મારફત વડાપ્રધાન શ્રી  ને અમેરિકન મલ્ટીનેશનલ કંપનીઝ સામે એચ ટી બી ટી જીનેટીકલી મોડીફાઇડ  બિયારણ ને ભારતના ખેડૂતો ના હિત તેમજ  જીવ સૃષ્ટિના હિત ખાતર મંજૂરી નહી  આપવા તેમજ પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો ને   આકર્ષિત  કરવા યોગ્ય  નિર્ણય કરવા સારું  આવેદનપત્ર આપવા માં આવ્યું. જેમાં  સાબરકાંઠા  જિલ્લાની ટીમ મહામંત્રી  વિપુલભાઈ પટેલ  તેમજ પ્રદેશ સંગઠન મંત્રી શ્રી  કરશનભાઈ પટેલ ની આગેવાની રહી હતી, હાલ એક મલ્ટી નેશનલ કંપની HTBT કપાસનું બિયારણ બજારમાં લાવવા હિલચાલ કરે છે, જેમાં ગ્લાયફોસેટનો પટ મારેલો હોય છે જે કેન્સર પ્રેરક છે, માટે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો છે, તેમ કિસાન ક્રાંતિ ટ્રસ્ટ પ્રદેશ મિડિયા સેલ પ્રમુખ હિરેન કાનાણી દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

હિંમતનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..