Back

સાબરકાંઠા જિલ્લા કક્ષાના ૭૦મા વન મહોત્સવની ઉજવણી ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂત ની ઉપસ્થિતમાં બોલુન્દ્રા ખાતે કરાઇ

સાબરકાંઠા જિલ્લા કક્ષાના ૭૦મા વન મહોત્સવની ઉજવણી ચેરમેનશ્રી  બળવંતસિંહ રાજપૂત ની ઉપસ્થિતમાં બોલુન્દ્રા ખાતે કરાઇ

 

 

વૈશ્વિક સમસ્યા એવી ગ્લોબલ વોર્મિગની અસરના કારણે હાલના સમયમાં ઋતુઓને નક્કી કરવી અધરી બની ગઇ છે. ...........

 

 

                  વૈશ્વિક સમસ્યા એવી ગ્લોબલ વોર્મિગની અસરના કારણે હાલના સમયમાં ઋતુઓને નક્કી કરવી અધરી બની ગઇ છે. આ સમસ્યાને નાથવા માટે વૃક્ષો વાવવાએ આપણી પાસે એકમાત્ર ઉપાય છે, સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના  બોલુન્દ્રા ગામના કાલભૈરવ મંદિર પરીસરમાં જિલ્લા કક્ષાના ૭૦મા વન મહોત્સવ- ૨૦૧૯ને આરંભ કરાવતાં ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપુત.

                              ચેરમેનશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે,દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત રાજયના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમણે રાજયમાં કલાઇમેન્ટ ચેન્જ નામનો એક અલગ જ વિભાગની શરૂઆત કરી હતી. રાજયના નાગરિકોમાં પર્યાવરણ બચાવવાની જાગૃતિ આવવાથી આજે લાકડાની જગ્યાએ ધરમાં પ્લાસ્ટિક અને સ્ટીલનો વપરાશ ફનિર્ચરમાં વધી રહ્યો છે. તે વાત બહુ જ સારી છે.

                               વૃક્ષ એ જ જીવન છે, તેવું કહી  ચેરમેનશ્રી  જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ૧૯૫૦ની સાલમાં ગુજરાતના સપુત અને કેન્દ્રીય મંત્રી શ્રી કનૈયાલાલા મનુશીએ દેશભરમાં વનનો વ્યાપ વધારવા અને પર્યાવરણ બચાવવાની જાગૃતિ લાવવા માટે વન મહોત્સવનો આરંભ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વર્ષ- ૧૯૬૯-૭૦ના વર્ષમાં વન વિસ્તરણ કાર્યક્રમ અતંર્ગત સામાજિક વનીકરણ યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો.                                                 

 

          બિન અનામત વર્ગના ઉપાધક્ષશ્રી રશ્મિકાંત પંડ્યાએજણાવ્યું હતું કે, મનુષ્ય માટે હવા, પાણી, ખોરાક મહત્વનો છે.વૃક્ષો આ તમામ જરૂરિયાતને સંતોષવાનું કામ કરે છે. રાજયના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના ગ્રીન ગુજરાત કલીન ગુજરાતના સંકલ્પને સિધ્ધ કરવા માટે એક વૃક્ષના નાશ સામે ૧૦ વૃક્ષો ઉછેરવા પડશે.

          ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના વર્ષ- ૨૦૧૭માં પ્રસિધ્ધ થયેલ રીપોર્ટ પ્રમાણે દેશમાં વન વિસ્તાર સિવાયના ભૌગોલિક વિસ્તારના ૨.૮૭ ટકા વિસ્તાર વૃક્ષ આચ્છાદિત છે. જેના સામે ગુજરાત રાજયમાં ૪.૦૬ ટકા વન સિવાયના વિસ્તાર વૃક્ષ આચ્છતાદિત છે. વન વિસ્તાર બહારના વિસ્તારના વૃક્ષાવરણમાં ગુજરાત રાજયે ખૂબ જ સારી પ્રગતિ કરી છે.રાજય સરકાર દ્વારા વર્ષ- ૨૦૦૪માં કરવામાં આવેલી ગણતરી મુજબ વન બહારના વિસ્તારમાં ૨૫.૧ કરોડ વૃક્ષો હતા. જે વર્ષ- ૨૦૧૭માં હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ ૩૪.૩૫ કરોડ થઇ છે.  છેલ્લા ૧૩ વર્ષમાં વન બહારના વિસ્તારમાં વૃક્ષોની સંખ્યામાં ૩૭ ટકાનો વધારો થયો છે.

                                  વન મહોત્સવ જન મહોત્સવ બને તો જ આ કાર્યક્રમ સાચા અર્થમાં સાર્થક થશે, તેવું કહી વૃક્ષોનું માનવ જીવનમાં  ઉપયોગિતા અને તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજવ્યું હતું. જિલ્લામાં ૨૯ લાખ ૫૦ હજાર વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે.

            વન વિભાગ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે ૭૦ માં વનમહોત્સવની થનારી ઉજવણી અંતર્ગત ૨૯.૫૦ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવનાર છે. જિલ્લાની કુલ ૮૬ જેટલી ખાતાકીય તેમજ ડી.સી.પી નર્સરીઓમાં તેનો ઉછેર કરવામાં આવેલ છે. આ રોપાઓ લોકોની જરૂરીયાત મુજબની માંગણીઓ સંતોષી શકશે અને રોપા ઉછેર દ્વારા પૂરક આવક મેળવી પર્યાવરણ જાળવણીમાં તેમનું યોગદાન મહત્વનું બની રહેશે.વૃક્ષો આવતીકાલની જરૂરિયાત છે માનવે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે વૃક્ષારોપણ જરૂરી છે. વૃક્ષો માત્ર ફળ-ફુલ અને છાયા જ નથી આપતા પરંતુ પ્રાણવાયુ પણ આપે છે વાતાવરણને શુધ્ધ કરે છે

               આ પ્રસંગે  ઇડરના ધારાસભ્ય શ્રી હિતુભાઇ કનોડીયા, હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા,અગ્રણીશ્રી જે.ડી પટેલ, જેઠાભાઇ પટેલ,મહેસાણા વર્તુળ વિભાગના વન સંરક્ષક શ્રી એ.સી.પટેલ કલેકટર શ્રી પ્રવિણા ડી.કે, કાલભૈરવ મંદિર ટ્ર્સ્ટ્ના પ્રમુખશ્રી દિપ ત્રિવેદી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ઇડર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..