Back

*શહેરા તાલુકા ના નાદરવા ગામે યંગ વરીયસ ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સ ની ઉજવણી કરવામાં આવી.


પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના  નાંદરવા ગામે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી  જેમાં કૃષ્ણ ના  જન્મનો એપિસોડ અને તેની બાળ લીલાઓ જેવી કે માખણચોરી, નાગ દમન, મટકીફોડ ના નૃત્ય દ્વારા ગીતોની સાથે ની  રજૂઆત કરવામાં આવી હતી.

જેમાં  ખુબજ આનંદ વિભોર બન્યા અને ભક્તિમય વાતાવરણ ઊભું થઇ ગયું હતું , નંદ ઘેર આનંદ ભયો,, ના નાદ સાથે નાદરવા પ્રાગણ ગુંજી ઉઠ્યું હતું આ કાર્યક્રમ  નાદરવા યંગ વરીયસ ગ્રૂપ દ્વારા  કરવામાં આવ્યું હતું ગામના બધા મિત્ર મંડળ અને ગામના સહકારથી પ્રોત્સાહિત કર્યા અને ઉજવણીને ખુબજ સફળ રીતે આ કાર્યક્રમ ને  ભગવાન કૃષ્ણ ની લીલા નું વર્ણન  મટકી ફોડી ને  કરવામાં આવ્યું હતું

આ રીતે ખોડીયાર માતાજી મંદિર   દ્વારા ભારતીય સાંસ્કૃતિના વિવિધ તહેવારો દ્વારા સંસ્કાર સિંચન પણ કરવામાં આવી રહ્યું છે.  અંતમાં મટકીફોડ અને સાથે સાથે  સુંદર પિરામિડ દ્વારા કનૈયાએ ફોડેલી મટકી અને  નાન ના ના  ભૂલકાઓએ મચાવેલ શોર સાથે સૌ ઝુમી નાચી ઉઠ્યા હતા. કૃષ્ણાવતાર તેની લીલાઓ અને જન્માષ્ટમીને અનુરૂપ સુંદર ડેકોરેશનથી  શોભા  ઉઠી હતી. અને સર્વને જન્માષ્ટમીની શુભકામનાઓ આપવાની સાથે આ કાર્યક્રમ ને સમાપ્ત કર્યો હતો.  


રિપોર્ટર જીગ્નેશ શાહ શહેરા

શેહેરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..