Back

ધોરાજીમાં કષ્ટભંજન મહાદેવના મંદિર તેમજ બાપુના બાવલા ચોક ખાતે જન્માષ્ટમી નિમીતે રાત્રે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ધામેધુમેથી ઉજવવામાં આવ્યો.

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]

ધોરાજીના જમનાવાડ રોડ પાસે આવેલા કષ્ટભંજન મહાદેવના મંદિર ખાતે જન્માષ્ટમીની રાત્રે ૧૨ કલાકે ભગવાન શ્રી કૃષણનો જન્મોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. મંદિરનો જન્માષ્ટમીના અવસર પર રંગબેરંગી લાઈટો શણગાર કરવામાં આવ્યો હતો અને ભજન કિર્તનો કરવામાં આવ્યા હતા. રાત્રે ૧૨ કલાકે જય કન્હૈયા લાલ કી હાથી ઘોડી પાલકીના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું. ત્યારે બાપુના બાવલા ચોક ખાતે પણ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ કૃષ્ણ જન્મોત્સવમાં જોડાયા હતા અને રાત્રે ૧૨ કલાકે કેક કાપી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ધામેધુમેથી ઉજવવામાં આવ્યો હતો.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..