Back

બાયડ તાલુકાના બાવાના મઠ ગામમાં ગંદકીનું સામ્રાજ્ય આ રોગચાળો ફેલાવાની દહેશત

બાયડ તાલુકાના ડેમાઈ ગ્રામ પંચાયતના  ગામ બાવાના મઠ માં અતિશય વરસાદને કારણે પાણી ભરાઇ જવાથી ઠેર ઠેરગંદકી થઈ જવા પામી છે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ના હોવાને કારણે ગામમાં અતિશય ગંદકી થઇ જવાથી મચ્છરજન્ય રોગોએ માથું ઊંચક્યું છે ત્યારે ગામજનો ની ગામ પંચાયત તેમજ આરોગ્ય વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી આરોગ્ય વિભાગે તકેદારીના પગલા લેવાની કોઈ તસ્દી લીધી નથી

અતિશય કાદવ-કીચડ ના લીધે લોકોને અવરજવરમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સત્વરે આ સમસ્યામાંથી છુટકારો મળે અને ભરાઇ રહેલા પાણી નો કોઈ કાયમી ધોરણે ઉકેલ આવે એવી ગ્રામજનો ની માંગણી છે

કિરીટ પટેલ વાત્સલ્ય ન્યૂઝ બાયડ