Back

કચ્છના મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામમાં ચમત્કાર મૃત બાળક થયું સજીવન

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ

રિપોર્ટ : દીપકસિંહ જાડેજા - ગૌતમ બુચીયા


કચ્છના મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામમાં ચમત્કાર મૃત બાળક થયું સજીવન 


મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામ માં ચમત્કાર થયો આ ગામમાં માતંગ મહેશ્વરી સમાજનો મોટો વર્ગ વસવાટ કરે છે આ સમાજની એક પરિવારને ત્યાં બાળકનો જન્મ થયો હતો તેમને સારવાર માટે છ દિવસ ના બાળક સાથે  મુન્દ્રા લઈ જવાયા હતા બાળકને મુન્દ્રા ના ડોક્ટરે મૃત જાહેર કરતા કુદરતે ધાર્યું સ્વીકારીને આ બાળકની ગુંદાલા ગામે દફન વીઘી કરવામાં આવી હતી આશરે સાડા ત્રણથી ચાર કલાક બાદ આ બાળકની માતાને કોઈ અગમ્ય લાગણી થઈ અને મોમાય માતાજીએ ધ્રુજારી આપીને ચમત્કારિક શક્તિ આપીને કહ્યું કે તારો બાળક જીવે છે અને બહેને પરિવાર ને વાત કરી ત્યારે પરિવારના સભ્યોઅને ગામના લોકો જ્યાં બાળક દફન કર્યું હતું તે જગ્યાએ ગયા અને દફન માટે કરવામાં આવેલ માટી ખોદીને જ્યારે જોયું તો બાળક હસતું અને રમતું હતું આ દ્રશ્ય જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને મતિયા દેવ ની જય બોલાવી હતી સમગ્ર વિગત જાણીને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પણ આ ગામની મુલાકાત લીધી હતી અને તેમણે પોતાના શ્રદ્ધાપૂર્વક ના પ્રતિભાવ આપ્યા હતા માતંગ મહેશ્વરી સમાજ ને કચ્છના  રાજવી ના રાજ્યાભિષેક વખતે તેમને રાજ તિલક કરવાનો ખાસ અધિકાર આપવામાં આવ્યો છે આવા સમાજમાં સત્ય અને ચમત્કારના અનેક કિસ્સાઓ લોકોમાં પ્રચલિત છે  આ કીસાથી સમગ્ર પંથકમાં લોકો માટે ગુંદાલા ગામ તીર્થ મય બન્યું છે શ્રદ્ધા અને વિશ્વાસ ની આ વાત છે ત્યારે કળિયુગમાં પણ ચમત્કારો બની શકે છે તે સૌ કોઈ જોઈ શકે છે આજે ગોકળાષ્ટમી ના પાવન દિવસે કાના ( ક્રુષ્ણ ભગવાનનો ) નો જન્મદિવસ છે ત્યારે આ ચમત્કાર નો કિસ્સો સૌના માટે  ભગવાન સામે મસ્તક નમાવવા માટે પૂરતો છે આ દૈવિક ચમત્કારથી પાવન થયેલા આ પરિવાર અને સજીવન થયેલા બાળકની મુલાકાતે હજારો પરિવાર આ ગામની મુલાકાતે આવ્યા છે અને ઉમંગ ઉત્સાહ સાથે આ પરિવારે મતીયા દેવનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે ભક્તિની શક્તિ વિજ્ઞાન ને પણ પરાસ્ત કરી શકે છે જેનું આ એક જીવંત ઉદાહરણ છે

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..