Back

વાત્સલ્ય ન્યુઝ સામખીયાળી ના પત્રકાર ધનસુખ ઠક્કરના પુત્ર સ્વ.વિવેકને પ્રથમ પુણ્યતિથિએ શ્રદ્ધાસુમન કર્યું અર્પણ

બિમલ માંકડ 78746 35092


રિપોર્ટ : ઘનશ્યામ બારોટ


વાત્સલ્ય ન્યુઝ સામખીયાળી ના પત્રકાર ધનસુખ ઠક્કરના પુત્ર સ્વ.વિવેકને પ્રથમ પુણ્યતિથિએ શ્રદ્ધા સુમન કર્યું અર્પણ


સામખીયાળી ગામના વેપારી અગ્રણી અને લોક વાત્સલ્ય ન્યુઝ ના પત્રકાર  ધનસુખભાઈ ઠક્કર ના પુત્ર સ્વ.વિવેક ઠક્કર ની આજે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર વાત્સલ્ય ન્યુઝ દ્વારા સ્વ.વિવેક ની દિવ્ય આત્માને પરમ ક્રુપાળુ પરમેશ્વર સદગત ની આત્માને પરમાત્મા શાંતિ આપે તેમજ ઠકકર પરિવાર પર અચાનક આવી પડેલ દુઃખને એક વર્ષ વીત્યું તેને સહન કરવાની શક્તિ પ્રાપ્ત કરે તેવી સૌ કચ્છ ટીમનાં મિત્રોએ પ્રાર્થના કરી હતી

     અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિવેક ની તિથી મુજબ ની પુણ્યતિથિ નિમિત્તે એમના પરિવાર તરફથી નેત્રનીદાન કેમ્પ તેમજ વૃક્ષ વિતરણ યોજવામાં આવ્યુ હતું ત્યારે આજે તારીખ મુજબ ની તિથી નિમિત્તે જન્માષ્ટમી હોઈ અહીં આ દિવસે પાંજરી ના પ્રસાદ નુ વિતરણ સ્વ.વિવેક ના સ્મરણાર્થે તેમના પરિવાર દ્વારા કરવામાં આવશે.

  ઠક્કર પરિવાર ને શાંત્વના પાઠવતા તમામ સમાજો અને સ્વ.વિવેક ના મિત્ર વર્તુળ સાથે સામખીયાળી ગામ અને ભચાઉ તાલુકા ના અગ્રણીઓ એ સ્વ.વિવેક ને પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પિ હતી.

ભચાઉ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..