Back

મથુરા   / જન્માષ્ટમી મહોત્સવમાં દેશ-દુનિયામાંથી બે લાખ ભક્તો ઉમટ્યા

મથુરા: જન્માષ્ટમીના અવસરે તેને ભવ્ય રીતે શણગારાયું છે. જન્મભૂમિ પરિસરમાં સ્થિત શ્રી કેશવદેવ મંદિરમાં વિવિધ પ્રકારનાં ફૂલપત્રો તથા વસ્ત્રોમાં નિર્મિત ભવ્ય બંગલામાં ઠાકુરજીને બિરાજમાન કરાય છે. ભગવાનની પ્રાકટ્ય ભૂમિ તથા કારાગાર તરીકે પ્રસિદ્ધ ગર્ભગૃહને પ્રાચીન વાસ્તુ અનુરૂપ શણગારાય છે. તંત્ર અનુસાર ત્રણ દિવસ સુધી ચાલનારા મહોત્સવમાં 20 લાખ શ્રદ્ધાળુઓ પહોંચશે. શહેરભરમાં 300 કલાકાર પ્રસ્તુતિ આપશે. ભક્તો આ દરમિયાન કૃષ્ણની 16 લીલાઓ જોઈ શકશે. તે ઉપરાંત વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરને ભવ્ય રીતે શણગારાયું છે.

પ્રેમમંદિરમાં 1000 શંખોના ધ્વનિ સાથે અભિષેક થશે
કૃષ્ણ જન્માષ્ટમીના અવસરે વ્રજભૂમિ કૃષ્ણમય થઈ ગઈ છે. કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં શનિવારે જન્માષ્ટમી મનાવાશે. ત્રણ દિવસ સુધી ચાલનારા આયોજનમાં દેશ-દુનિયામાંથી લગભગ બે લાખ ભક્તો મથુરા પહોંચી ગયા છે. તેમાં 5 હજાર વિદેશીઓ પણ છે. વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં પણ તૈયારીઓ થઈ ચૂકી છે. પૂજારી શ્રીનાથ ગોસ્વામીએ જણાવ્યું કે રાત્રે 12 વાગ્યે ઠાકુરજીનો મહાભિષેક થશે. પછી મંગળા આરતી થશે. પ્રેમમંદિરમાં 1000 શંખોના ધ્વનિ સાથે અભિષેક થશે.

કૃષ્ણોત્સવ: 1000 કલાકાર પહોંચશે, છ જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન પણ ચલાવાઇ
આ વખતે યુપી સરકાર મથુરામાં જન્માષ્ટમીને ભવ્ય બનાવી રહી છે. તે હેઠળ કૃષ્ણોત્સવમાં 10 રાજ્યોના કલાકાર જોડાશે. મુંબઈથી દહી-હાંડી માટે ટોળીઓ આવી છે. જ્યારે દેશભરમાંથી 1000 કલાકાર પહોંચી રહ્યા છે. મહોત્સવમાં હેમામાલિની પ્રસ્તુતિ આપશે. જ્યારે 26 ઓગસ્ટ સુધી મથુરા માટે 6 જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઈ છે.

બાંગ્લાદેશમાં સરકારી રજા, ફિજીમાં આઠ દિવસ સુધી ઉજવણી કરાશે
અમેરિકામાં ન્યુયોર્ક સહિત અનેક શહેરોમાં ઈસ્કોન મંદિરમાં આયોજન થશે. બાંગ્લાદેશમાં શુક્રવારે જન્માષ્ટમીના પ્રસંગે સરકારી રજા હતી. ફિજીમાં અઠવાડિયા સુધી કૃષ્ણ જન્મોત્સવ મનાવાશે. આ દરમિયાન ભક્તિગીત, નૃત્ય અને પ્રાર્થનાઓ થશે. નેપાળના કાઠમંડુમાં સવારથી જ મંદિરોમાં ભક્તોની લાઈન લાગી ગઈ હતી

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..