Back

વંથલીના ગાંઠીલા નદીમાં ન્હાવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત

જૂનાગઢ : વંથલી તાલુકાના ગાંઠીલા મંદિરની ઓજત નદીમાં બે લોકો ડૂબ્યા.

આ અંગે વધુ જાણવા મળ્યા મુજબ જૂનાગઢ નજીક આવેલ ગાંઠીલા ઉમાધામ ઉમિયા મંદિર પાસે ઓજત નદીમાં ન્હાવા પડેલા બે યુવકોના ઉંડા પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યા.

મરનારમાં અમરેલીના મિત રસિકભાઈ જોશી ઉંમર વર્ષ ૧૪ તેમજ રાજકોટના પ્રદીપ જગજીવન ભાઈ જોશી ૪૦ વર્ષ ડૂબ્યા હતા.

આ અંગે જુનાગઢ મનપાની ફાયર શાખાને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર ઓફિસર ભૌમિત મિસ્ત્રી સહિત ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી બન્ને યુવકોની લાશ નદી માંથી શોધી કાઢી    બહાર કાઢવામાં આવી હતી અને બન્ને મૃતકોને  જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રિપોર્ટર : ભરત બોરીચા

Mo. 92768 17218