Back

મોટી રાયણના,૩૫.વર્ષીય યુવકની બાઈક સ્લીપ થતા માથાના પાછળના ભાગમાં ગંભીર ઈજાઓ થતાં મોત નીપજયું

રિપોર્ટર:-રમેશ મહેશ્વરી


મુન્દ્રા કચ્છ:-મુન્દ્રા તાલુકાના દેશલપર કંઠી ગામ પાસે મુન્દ્રા માંડવી ગાંધીધામ હાઈવે પર માંડવી તાલુકાના મોટી રાયણ ગામના નવ યુવાન એવા વિનોદ નાગશીભાઈ રોસીયા(મહેશ્ર્વરી),(ઉ.વ.૩૫),તે મુંન્દ્રા અદાણી કંપનીમાં નોકરી કરી ને પરત ઘરે આવતા દેશલપર કંઠી પાસે મુંન્દ્રા માંડવી હાઈવે રોડપર બાઈક સ્લીપ થતા માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.આ યુવાન ને ૧૦૮.એબુંલેન્સ માં માંડવી હોસ્પિટલ માં લઈ જવાયો હતો.ત્યાંના ફરજ પરના ડૉકટરે મૃત જાહેર કર્યું હતું.તે યુવકની પોસ્મોટમ કરીને ડેડ બોડી પરિવાર જનોને સોપવામાં આવી હતી.

આવા મોટા તહેવાર નાં જન્માષ્ટમીના દિવસે નવયુવાન નુ અકસ્માત મા મૃત્યુ થતા પરિવાર જનો અને મહેશ્વરી સમાજ તેમજ મિત્ર વર્ગ માં શોકનું મોજુ ફળીવળીયુ હતુ.

 આ અકસ્માતના બનાવ બનવાથી આંજુ બાંજુના ગામના લોકોએ વીસેક મિનિટ સુધી રસ્તો બંધ કરી દીધો હતો.

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..