Back

વિરપુર તાલુકામા મામલતદાર વિ ડી પટેલ હસ્તે ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયો...

વિરપુર તાલુકાના વઘાસ ખાતે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી... મામલતદાર વિ ડી પટેલ  હસ્તે ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયો...

- ટી ડી ઓ બી કે કટારા દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વૃક્ષા રોપણ કરીને પર્વની ઉજવણી કરી હતી..


વાત્સલ્ય ન્યુઝ વિરપુર


           ૭૩ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના વઘાસ પ્રાથમિક શાળાના પટાંગણ ખાતે વિ ડી પટેલ મામલતદાર હસ્તે ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો તીરંગાને સલામી આપી સ્વાતંત્ર્ય નવપર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વિરપુર તાલુકાના મામલતદાર વિ ડી પટેલ જનમેદનીની ઉપસ્થિત વચ્ચે પ્રવચન આપ્યું હતું દેશની આઝાદી માટે દેશના વિર સપુતો અને આઝાદીના લડવૈયાઓનુ સ્મરણ કરી તેમને વંદન કર્યા હતા દેશની આઝાદી માટે શહીદ થયેલા તમામ વિરો આઝાદીના લડવૈયાઓ, મહાપુરુષો,શહિદ જવાનોને શ્રાદ્વાજલી આપીને પ્રજાજોગ કરેલ ઉદ્દબોઘનમા રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા વિરપુર તાલુકામાં થયેલા વિકાસ  કાર્યો અંગે સૌને વાકેફ કર્યા હતા વિરપુર તાલૂકાના સર્વાંગી વિકાસની ગાથા આલેખતા મામલતદાર વિ ડી પટેલએ જણાવ્યું હતું કે સમગ્ર વિરપુર તાલુકો વિકાસના પથ પર પ્રગતી કરી રહ્યો છે શિક્ષણ, આરોગ્ય,ખેતી,રોડ રસ્તાઓ સહિતની યોજનાઓ દ્વારા તમામ પ્રજાજનોને સિઘો લાભ મળી રહ્યો છે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો જેવાકે વિરપુર તાલુકા વિકાસ અધિકારી બી કે કટારા, વિરપુર કે શી શેઠ આર્ટસ પ્રોફેસર સી આર ઝાલા,વઘાસ ગામના સરપંચ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વિરપુર ના પ્રમુખ રામસિંહ પરમાર ,મહામંત્રી ભવાન સિંહ  પરમાર તથા સહમંત્રી કિરણભાઈ પ્રજાપતિ સહિતના કર્મચારીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા 

   આ પ્રસંગે શાળાના બાળાઓ દ્વારા દેશભકતીથી ભરપૂર સાંસ્કૃતિ કાર્યક્રમો અને ગીતોથી સમગ્ર વાતાવરણમાં દેશભકતીનો માહોલ સર્જાયો હતો પર્વની ઉજવણીના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓએ દિલઘડક અને રંગારંગ દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યા હતા જેમાં ગામના આગેવાનો દ્વારા તેમજ ટી ડી ઓ બી કે કટારા , મામલતદાર વિ ડી પટેલ હસ્તે ઈનામો પણ આપવામાં આવ્યા હતાં કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષા રોપણ કરી આ પર્વને હંમેશ માટે યાદગાર બનાવ્યો હતો..


વિપુલ જોષી વિરપુર

વિરપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..