Back

કડી માં શ્રી ડાયાભાઇ સંકુલ ખાતે દેશભકિત ગીત સ્પધાૅ યોજાઇ

રવિવારે કેશવ માધવ સ્મૃતિ ટ્રસ્ટ  આયોજિત કડી નગરની શાળા કોલેજોનો દેશભક્તિ ગીત સ્પર્ધાનો કાર્યક્રમ કરણનગર રોડ પર આવેલ  શ્રી ડાયાભાઇ સંકુલ ખાતે ઉત્સાહપૂર્ણ સંપન્ન થયો કરીને વિવિધ શાળા કોલેજોમાંથી પ્રાથમિક વિભાગ-૧૭,માધ્યમિકમાં-૦૭ તથા ઉચ્ચ ઉચ્ચ માધ્યમિક માંથી-૧૩એમ કુલ-૩૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ તથા દેશ ભાવના જાગૃત થાય તે હેતુ આગામી સ્વાતંત્ર પર્વ પ્રસંગે આ કાર્યક્રમનું આયોજન થયું હતું ત્રણેય વિભાગોમાં સુંદર ગીતો રજુ થયા હતા દિલીપભાઇ બારોટે કાર્યક્રમનું અગ્રસ્થાન શોભાવ્યું હતું નિર્ણાયક તરીકે નિલેશભાઇ નાયક(નગરપાલિકા ઉપપ્રમુખ) જીજ્ઞાશા સથવારા, હર્ષિલ ભોજક તથા નિલેશભાઇ સી નાયક (વીએચપી)વગેરે મિત્રોએ સેવા આપી હતી ત્રણેય વિભાગમાં પ્રથમ ત્રણ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સ્મૃતિ ચિહન તથા પ્રમાણપત્ર એનાયત કર્યા હતા પ્રાથમિકમાં પ્રથમ ક્રમે  માહી બી નાયી નાઇ (ભાવપુરા SV) બીજા ક્રમે  જૈનીશ સિ પટેલ (નવી આદર્શ સ્માર્ટ સ્કૂલ) ત્રીજાક્રમે પ્રગતિ કે વાળંદ (વિદ્યામંદિર સ્કૂલ)તથા માધ્યમિકમાં પ્રથમ ક્રમે કે પ્રથમ સિ (હોલી ફેમિલી)બીજા ક્રમે મહેક એ પરમાર (રંગવાળા સ્કૂલ) ત્રીજા ક્રમે સરોજ અખિલેશ કે (મેઘના ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ )તથા ઉચ્ચ માધ્યમિક- કોલેજમાં પ્રથમ ક્રમે ઋષિકેશ પી નાયક (મેઘના b.c.a) બીજા ક્રમે હિમાંશુ  બી વ્યાસ( નવી આદર્શ )ત્રીજા ક્રમે રાજ કે મીર (ઝવેરી હાઈસ્કુલ) આવ્યા હતા કાર્યક્રમના સ્નેહ શુભેચ્છાઓની સારી હાજરી રહી હતી અને આ કાર્યક્રમના કન્વીનર તરીકે  શ્રી ખોડાભાઇ સાહેબે ખૂબ જ મહેનત કરીને સુંદર આયોજન કર્યું હતું

વાત્સલ્ય ન્યુઝ - કડી

જૈમિન સથવારા

કડી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..