Back

પટ્ટાવાળા થી પોલિંગ ઓફીસર સહિત મળનારા આ લાભ થી પોલીસ વંચિત!?

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ


રિપોર્ટ : ઘનશ્યામ બારોટ


"લોકસભા ની ૨૬ માંથી ૨૬ સીટો  જીતેલી સરકારે ચુંટણી કર્મચારીઓ ને એક પગાર વધારા નુ ઈનામ આપવાની કરી જાહેરાત"


"" પટાવાળા થી પોલિંગ ઓફીસર સહિત મળનારા આ લાભ થી પોલીસ વંચિત!?


 ગત લોકસભાની ચુંટણી ઓમાં વિપક્ષ ની કાગારોળ ને નજરઅંદાજ કરી નરેન્દ્ર મોદીને જીતાડવા માં એકજુટ થઈ જનાર ગુજરાત ની પ્રજાએ ૨૬ માંથી ૨૬ બેઠકો ભાજપ ને જીતાડી ને માનિનિય વડાપ્રધાન ના હાથ મજબુત કરી દરેકે ગુજરાતી હોવાના ગૌરવ ને બરકરાર રાખ્યુ છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી એ પણ ગુજરાત ની ચુંટણીફર્જ માં જોડાયેલા દરેકે દરેક કર્મચારી ને એક માસનો પગાર ૧૦૦% મોંઘવારી સાથે આપવાની જાહેરાત કરી હોવાનુ આજે અખબારી યાદીમાં જાણવા મળ્યું છે, આ બાબતે પગાર વધારો આપવામાં આવશે એવા કર્મચારીઓ માં, જીલ્લા ચુંટણી અધિકારી ની રૂએ કલેકટર, થી માંડીને કામચલાઉ ફરજ બજાવતા કર્મચારીઓ ને પણ આ વધારો મળશે એવી સરકાર ના સામાન્ય વિભાગના ડેપ્યુટી સેક્રેટરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે, પ્રજાના કામો સાથે, લોકશાહીને જીવંત રાખવા માટે થતી ચુંટણી પ્રક્રિયામાં દુર દુર જઈ ફરજ બજાવતા આવા દરેક કર્મચારી ને દિવાળી પહેલાં અભિનંદન પણ...ભુલથી રહી ગયુ હોય તો વાંધો નહી પણ આ તમામ કર્મચારીઓ જેના રક્ષણ હેઠળ કામ કરે છે એવા પોલીસ કર્મચારીઓ નુ નામ આ ત્રણ કોલમ ની મેટર માં ક્યાંય નથી એ આંખે ઉડીને વળગે એવી વાત છે.

ટાઢ તડકો વરસાદ ફક્ત ઋતુઓ માંજ નહી પતિ પત્ની ના ઝગડા હોય કે જુથ અથડામણ, નેતાઓને સાચવવા ના હોય કે પ્રજાને શંભાળવાની હોય, દરેક બાબત માં અડીખમ ઉભી રેહતી પોલીસ ને આપવાનુ આવે ત્યારે ભુલાઈ ગઈ હોય તો, એ યોગ્ય નથી, હાલે ટીકટોક વિડિયો ના કારણે ચર્ચામાં આવેલા અમુક કર્મચારીઓ એ ૧૦૦%શિસ્ત ના લીરા ઉડાળ્યા છે, પણ સાથે સાથે પોલીસ જેવા ટફ ખાતામાં પણ કલાકારો છે એવો એક શંદેશ પણ સમાજ સમક્ષ રાખ્યો છે, ત્યારે એક સમયે જેની સુરાવલીઓ થી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ગુંજી ઉઠતાં એવી પોલીસ ની બેંન્ડ હવે ક્યાં ગુંજે છે?.

   અને રહી વાત ડિસિપ્લિન ની તો છેલ્લા કેટલાક સમયથી તો યુનિફોર્મ નુ પણ એટલુ મહત્વ નથી રહ્યુ, નથી રહ્યો ક્લિન સેવ નો આગ્રહ, પોલિશ કરેલા બુટ કેટલા પોલીસ કર્મચારીઓ પહેરે છે!? આમ સમયાંતરે શિસ્ત ની હપ્તે હપ્તે બાદબાકી થતી ગઈ છે, ત્યારે પોલીસ કર્મચારીઓ પણ સમાજ નો એક ભાગ છે, ગીત સંગીત અને કલા પ્રત્યે એમને લગાવ પણ હોઈ શકે, અને એ કલાકાર પણ હોઈ શકે છે, મારા ઘણા પોલીસ કર્મચારી મિત્રો સાથે મે સંગીત ની બેઠકો કરી છે, તો પોલીસ કર્મચારી પ્રવિણભાઈ માંકડ જેવા કલાકારો એ તો અનેક વખત સ્ટેજની શોભા વધારી ને પોલીસ તંત્ર ને ગૌરવ અપાવ્યું છે, ત્યારે સમાજના આ અભિન્ન અંગને સાચવવા ની જવાબદારી છે એવા તંત્ર દ્વારા પણ પોલિસ ને સ્ટ્રેસ મુક્ત કરી પગાર વધારા જેવી જાહેરાતો થતી હોય ત્યારે સૌ પ્રથમ પોલીસ ખાતાનો ઉલ્લેખ કરી એમને પણ આવિ જાહેરાતો એમના સંતાનોને વંચાવી રાજી થવાનો હક્ક તંત્ર દ્વારા મોટુમન રાખીને આપવો રહ્યો, અને આ પરિપત્રમાં જો પોલીસ કર્મચારીઓ ન આવતા હોય તો તાત્કાલિક અસરથી આ બાબતે યોગ્ય કરી પ્રજાના આ પોતિકા જણ ની પરવા સરકારે કરવી રહી. 

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..