Back

‘બીટ એર પોલ્યુશન’ થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિનની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે

મી જૂને ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે બીટ એર પોલ્યુશનથીમ સાથે વિશ્વ પર્યાવરણ દિનની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે

ઓછું પ્રદુષણ કરનારા તથા પોલ્યુશન બોર્ડના નિયમોનું પાલન કરનારા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રીના હસ્તે ઉત્સર્જક વેપાર-યોજના
(
Emission Trading Scheme)  જાહેર કરાશે

Emission Trading Market ઉભુ કરનારગુજરાતદેશ અને વિશ્વમાં પ્રથમ રાજ્ય

એકવીસમી સદીમાં આવીને ઉભેલા વિશ્વ સમક્ષ આજે જો કોઈ સૌથી મોટી ચિંતાજનક સમસ્યા હોય તો તે પર્યાવરણની જાળવણીની સમસ્યા છે. પર્યાવરણની જાળવણી અને જતનના વિષય પરની ગંભીરતા સમજીને રાજ્ય સરકાર દ્વારા વિષય પર પુરતું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. પર્યાવરણવિદો અને નિષ્ણાતો મારફતે કરવામાં આવેલા અભ્યાસમાં ધ્યાને આવ્યું છે કે વિશ્વમાં ૯૦ ટકાથી વધુ લોકો બિન આરોગ્યપ્રદ હવા શ્વાસોચ્છવાસમાં લે છે, જે ફેફસાના કેન્સર, અસ્થમા અને સ્ટ્રોક જેવી ગંભીર મેડિકલ સમસ્યાઓને નોતરે છે. બાબતને ગંભીરતાથી લઈને વાયુ પ્રદુષણ પર નિયંત્રણ લાવવાના હેતુસર વર્ષે યુએનઇપી દ્વારા મી જૂન, વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી 'બીટ એર પોલ્યુશન' થીમ પર કરવાનો નિર્ણય લીધો છે.

વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી વન અને પર્યાવરણ વિભાગ, વન વિભાગ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તથા ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે  ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ અમદાવાદ ખાતે કરવાનું આયોજન છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઇ રહેલ કાર્યક્રમમાં વિશેષ ઉત્સર્જક વેપાર યોજના જાહેર કરવામાં આવનાર છે.

પર્યાવરણ દિવસના રોજ ઓછું પ્રદુષણ કરનારા તથા પોલ્યુશન બોર્ડના નિયમોનું પાલન કરનારા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રીના હસ્તે ઉત્સર્જક વેપાર-યોજના (Emission Trading Scheme) જાહેર કરવામાં આવનાર છે. Emission Trading Market ઉભુ કરનારગુજરાતદેશ અને વિશ્વમાં પ્રથમ રાજ્ય છે. યોજના થકી ઓછું પ્રદુષણ કરનારા તથા નિયમોનું પાલન કરનારા ઉદ્યોગોને નાણાકીય ફાયદો થશે તથા હવા પ્રદુષણ નિયંત્રણ સાધનોની કાર્યક્ષમતા વધશે અને પ્રદુષણ નિયમનના ખર્ચમાં ઘટાડો થશે. Emission Tradingના પાયલોટ પ્રોજેક્ટના અમલીકરણથી પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે લાભ થશે અને CEMS જેવી આધુનિક તકનીકનો ઉપયોગ કરીને મોનીટરીંગને મજબૂત બનાવી પ્રદુષણ પર અંકુશ મેળવી શકાશે. CEMS ના સભ્ય થયેલ ઉદ્યોગોને ઓછામાં ઓછા ખર્ચમાં ઉત્સર્જન, કાયદાકીય પાલન માટે રાહત અને ઉત્સર્જન ઘટાડવા માટેના વળતર પણ મળશે.

સૌ પ્રથમ વખત ૧૯૭૪માં વિશ્વસ્તરે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ દર વર્ષે મી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષે આપણે ૪૬મા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. યુનાઇટેડ નેશન દ્વારા પર્યાવરણના રક્ષણ માટે લોકોમાં જાગૃતતા વધે અને વધુને વધુ લોકો સ્વયંભૂ પર્યાવરણના જતન માટે એકજૂથ થઇને કામ કરે તે માટેનો મંચ પૂરુ પાડવામાં આવે છે.

વિશ્વમાં ૯૦ ટકાથી વધુ લોકો બિન આરોગ્યપ્રદ હવા શ્વાસોચ્છવાસમાં લે છે. વાયુ પ્રદુષણ થી ફેફસાનું કેન્સર, અસ્થમા, હ્રદયના રોગો, ડિમેન્શિયા-મગજના રોગો જેવી મેડિકલ સમસ્યા ઉભી કરે છે. વિશ્વમાં વાયુ પ્રદુષણ સંબંધિત કારણોથી દર વર્ષે ૭૦ લાખ લોકોના મૃત્યુ થાય છે. આથી વિશ્વ પર્યાવરણ દિન-૨૦૧૯નું ફોકસ વાયુ પ્રદુષણ પર કેન્દ્રીત થયેલ છેજેને પગલે વર્ષે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી બીટ એર પોલ્યુશન જાહેર કરવામાં આવ્યું છેપ્રવર્તમાન સમયના કપરા પર્યાવરણીય પડકારોનો સામનો કરવા સચોટ પગલાં લેવાની માંગણી કરવાનો તેનો ધ્યેય છે.

પર્યાવરણ અને ઔદ્યોગિક વિકાસ એમ બન્નેના તાલમેલને જાળવી ગુજરાતને પર્યાવરણ ક્ષેત્રે મોખરાનું સ્થાન અપાવનાર ગુજરાતના  મુખ્યમંત્રીની અધ્યક્ષે યોજાનાર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના અધ્યક્ષ આદર્શકુમાર ગોયલ, તેમજ ગુજરાતના વન મંત્રી ગણપતસિંહ વસાવા, તથા પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમાર, તથા પ્રોફેસર રોહિણી પાંડે, રફીક હરીરી, યુ.એસ.. તથા નિકોલસ રયાન, યેલ યુનિવર્સિટી, યુ.એસ.. તથા પર્યાવરણ ક્ષેત્રના નિષ્ણાંતો,  જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓ તથા ઉદ્યોગકારો ઉજવણીના સમારોહમાં ભાગ લેનાર છે.

 

 

 

 

 

 

 

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..