Back

રાજયના મુખ્ય સચિવ ડો. જે.એન. સિંધ દાહોદની મુલાકાતે

એશ્પીરેશનલ ડીસ્ટ્રીકટ પ્રોગ્રામની સમીક્ષા અર્થે

રાજયના મુખ્ય સચિવ ડો. જે.એન. સિંધ દાહોદની મુલાકાતે

રાજયના મુખ્ય સચિવ ડો. જે.એન. સિંધ તારીખ ૨૯/૦૬/૨૦૧૯ના રોજ દાહોદની મુલાકાતે આવી રહયા છે. તેમના અધ્યક્ષ સ્થાને એશ્પીરેશનલ ડીસ્ટ્રીકટ પ્રોગ્રામની સમીક્ષા બેઠક યોજાશે.

મુખ્ય સચિવ સાથે અધિક મુખ્ય સચિવ સંગીતા સિંધ, ગુજરાત રાજય રોડ અને ટ્રાન્સપોર્ટ નિગમના મેનેજીગ ડીરેકટર સુશ્રી સોનલ મિશ્રા અને સચિવ અનુપમ આનંદ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે.

બેઠકમાં એસ્પીરેશન કાર્યક્રમની ભૂમિકા, માર્ગદર્શન, આરોગ્ય, પોષણ, કૃષિ, પાણીના સ્ત્રોત, નાણાકીય બાબતો, સ્કીલ ડેવલપમેન્ટ, બેઝીક ઇન્ફ્રાસ્ટ્રકચર જેવી બાબતોની ચર્ચા સંવાદ યોજાશે.