Back

શહેરા ખાતે ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલે જાહેર સભામાં સંબોધી હતી.

પંચમહાલ શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા નગરના અણિયાદ ચોકડી પાસે આવેલ કૈશવ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલે જાહેર સભામાં સંબોધી હતી. આ અગાઉ સ્ટાર પ્રચારક પરેશ રાવલ બપોરના બાર વાગ્યે હેલિકોપ્ટર દ્વારા કાંકરી હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં ભાજપના લોકસભાના ઉમેદવાર રતનસિંહ રાઠોડ અને ધારાસભ્ય જેઠા ભરવાડ દ્વારા સ્ટાર પ્રચારક પરેશ રાવલનું બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ સભા સ્થળે પરેશ રાવલ આવી પહોંચ્યા હતા જ્યાં ભાજપના અગ્રણીઓ અને વિવિધ સમાજ દ્વારા તેમનું પુષ્પગુચ્છ અને તલવાર, સાલ ઓઢાડી અને પાઘડી પહેરાવી હતી. ઉપરાંત શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ સહિત ભાજપ અગ્રણીઓએ પરેશ રાવલને હાથમાં ચાંદીનું કડા પહેરાવ્યા હતા, પરેશ રાવલના હાથમાં દસથી વધારે ચાંદીના કડા થતા પરેશ રાવલના હાથમાંથી જેઠા ભરવાડને કડા કાઢવામાં ભારે જહેમત થઇ હતી. સભામાં સંબોધન દરમિયાન પરેશ રાવલે શરૂઆતમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને સોનિયા માતા એ જ એમના માટે ભારત માતા પૈસા માત્ર એજ એમનું વંદે માતરમ છે. સૌથી પહેલુ કામ નરેન્દ્રભાઈ મોદીએ  ઉજ્જવલા યોજનાનું કર્યું છે, સાઉદીના પ્રિન્સને નરેન્દ્ર મોદીએ ભારતના લોકો જેલમાં છે તેમને મુક્ત કરો તેમ કહેતા ભારતના ૮૫૦ લોકોને જેલમાંથી મુક્ત કર્યા હતા, કોંગ્રેસના લોકોને આ નથી દેખાતું આ અક્કલના કોથમીરના લોકો છે. મોદી મુસલમાન વિરોધી છે એમ કોંગ્રેસ કહે છે એ સદંતર ખોટું છે અને પાકિસ્તાન સિવાય અન્ય મુસ્લિમ દેશો સાથે મોદીના સારા સંબંધો છે, ૧૫ લાખના મામલે ડાયલોગ ''તેરા બાપ છોડ કે ગયા થા કી તેરા બાપ'' એમ કહેતા સભામાં લોકોન ચહેરા પર હસી આવી ગઈ હતી.. શહેરા ખાતે પરેશ રાવલની સભામાં કોંગ્રેસના ત્રણ જેટલા કાર્યકરો કોંગ્રેસને રામ-રામ કરી ભાજપમાં જોડાયા હતા. જ્યાં પરેશ રાવલે કોંગ્રેસમાંથી આવેલ ત્રણ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા.. ભાજપની જાહેર સભામાં અંદાજે દસ હજારની આસપાસ જનમેદની ઉપસ્થિત રહી હતી.. જોકે સભા મંડપમાં સમતા કરતા વધારે જનમેદની ઉમટી આવતા સભા મંડપ પણ નાનો પડી ગયો હતો.. 

સભા પત્યા બાદ પરેશ રાવલ શ્રી સ્વયંભૂ મરડેશ્વર મહાદેવ શહેરા ના મંદિરે મા મહાદેવના શર઼ણે પહોંચ્યા હતા


રીપોર્ટર જીગ્નેશ શાહ શહેરા