Back

નર્મદા જિલ્લામાં આચારસંહિતાની થયેલી એક માત્ર ફરિયાદને ચૂંટણી પંચે ફગાવી દીધી

નર્મદા જિલ્લામાં આચારસંહિતાની થયેલી એક માત્ર ફરિયાદને  ચૂંટણી પંચે ફગાવી દીધી  : બેઠક બોલાવી એમાં આચારસંહિતા ભંગ થતો નથી 

રાજપીપલા નગરપાલિકાએ આચારસંહિતામાં બજેટ રજુ કરતા વિપક્ષે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી 

રાજપીપળા : જુનેદ ખત્રી

ચૂંટણી જાહેર થયાની સાથે આચારસંહિતા લાગુ પડી અને રાજપીપળા નગર પાલિકા સત્તાધીશોએ બજેટ સત્ર બોલાવી સાધારણ સભા બોલાવી હતી જે આચારસંહિતામાં ના બલાવાય એ મુદ્દે વિપક્ષે ફરિયાદ કરી હતી જેને પગલે ચૂંટણી પંચે તપાસ કરતા જે પંચની ગાઇડલાઇન મુજબ હોય ચૂંટણી પંચે વિપક્ષની ફરિયાદ ફગાવી દેતા વિવાદનો મધપૂડો  છંછેડાયો છે.

2019 ની લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થયો, આચાર સંહિતા લાગુ હોવા છતાં છ દિવસ બાદ રાજપીપળા નગરપાલિકામાં  પ્રમુખ જિગીષાબેન ભટ્ટની અધ્યક્ષતામાં જનરલ બોર્ડની બેઠક મળી હતી.એ બેઠકમાં 2019-20 ના વર્ષ માટે 45 કરોડનું બજેટ શાસક પક્ષ દ્વારા કાસ્ટિંગ મતના સહારે મંજુર કર્યું હતું. તો બીજી બાજુ વિપક્ષના 12 સભ્યોએ આ બજેટનો વિરોધ નોંધાવી ના મંજુર કર્યું હતું. લોકસભા ચૂંટણી જાહેર થતા આચાર ંહિતામાં બજેટ કેમ મંજુર કરાયું એ મામલે ખુદ શાસક પક્ષના એક સભ્યએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ત્યારે પાલિકાના વિપક્ષ નેતાએ ઈલેક્શન કમિશન દ્વારા જાહેર કરાયેલી ઈ- મોબાઈલ એપ પર થી ફરિયાદ નોંધાવી રાજ્યમાં પ્રથમ ઈ ફરિયાદ હશે જે આચારસંહિતાના સંદર્ભમાં નોંધાઈ છે. સાથે જિલ્લા મુખ્ય ચૂંટણી આધિકારીને પણ લેખિત ફરિયાદ કરતા ચૂંટણી અધિકારીઓમાં દોડધામ થઇ ગઈ હતી. 

ચૂંટણી આચારસંહિતામાં બજેટ મંજુર કર્યું હોવાને કારણે રાજપીપળા પાલિકા પ્રમુખ,ભાજપના 12 પાલિકા સભ્યો અને મુખ્ય અધિકારી વિરુદ્ધ આચારસંહિતામાં ભંગની ફરિયાદ નોંધવા રાજપીપળા પાલિકા વિપક્ષ નેતા મૂંતઝિરખાન શેખે નર્મદા જિલ્લા કલેકટર અને ઓન લાઈન લેખિતમાં રજુઆત કરી છે. ઓન લાઈન ફરિયાદને પગલે ફ્લાઈંગ સ્કોર્ડના સભ્યોએ મૂંતઝિરખાનની મુલાકાત લઈ આ ફરિયાદ મામલે એમનો જવાબ લીધો હતો. ત્યારે હવે આ આચારસંહિતા ભંગ ની ફરિયાદ રહેતી નથી કારણકે ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ કે આગામી વર્ષના ખર્ચનું આવકનું આયોજન કરી શકાય બેઠક કરી નક્કી કરી શકાય પરંતુ કોઈ કામ હાથ પર લઇ શકાય નહિ જેથી આ બેઠક માન્ય હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર નર્મદા આઈ કે પટેલે જણાવ્યું હતું.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..