Back

નર્મદા જિલ્લાના ભુછાડ ગામે હનુમાન જયંતિ નિમિત્તે 24 કલાકના અખંડ પ્રભુ ભજન નો કાર્યક્રમ યોજાયો

નર્મદા જિલ્લાના ભુછાડ ગામે હનુમાન જયંતિ નિમિત્તે 24 કલાકના અખંડ પ્રભુ ભજન નો કાર્યક્રમ યોજાયો


રાજપીપલા : જુનેદ ખત્રી
સમગ્ર નર્મદા જિલ્લા માં હનુમાન જયંતિ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી, તે પ્રસંગે નર્મદા જિલ્લા ના નાંદોદ ના ધારાસભ્ય પી.ડી.વસાવા ના ગામ ભુછાડ ખાતે 24 કલાક ના અખંડ ઉભાભજન નો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે વર્ષો થી યોજાતા આ ઉભા ભજન માં મોટી સંખ્યામાં આસપાસ ના ગામ ના ભક્તો ભાગ લે છે અને ભજન મંડળીઓ દ્વારા વિવિધ ભજનો ના સુર રેલાવાય છે, આ અખંડ ઉભા ભજન માં સતત 24 કલાક ભજન કરવામાં આવે છે.

નર્મદા જિલ્લા ના કુંવરપરા, ચીખલી, ઢોલાર , ખુટા અંબા, ખામર, નાના લીમટવાળા, તારોપ અમલેથા, સહિત ના ગામો માં થી ભજન મંડળીઓએ ઉભા ભજન માં ભાગ લીધો હતો.

કાર્યક્રમ માં નર્મદા જિલ્લા ના નાંદોદ ના ધારાસભ્ય પી.ડી. વસાવા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જતીન ભાઈ વસાવા, સહિત મોટી સંખ્યા માં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત છોટાઉદેપુર લોકસભા ના કોંગ્રેસ ના ઉમેદવાર રણજીતસિંહ રાઠવાએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..